બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / gst collection rises all time high in april 1 68 lakh crore rupees

GST Collection / અચ્છે દિન: અર્થવ્યવસ્થા માટે સારા સંકેત, એપ્રિલમાં GST કલેક્શને તમામ રેકોર્ડ તોડી નાખ્યા

Pravin

Last Updated: 02:56 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર માટે એપ્રિલ મહિનો ખૂબ જ સારો રહ્યો છે. GST કલેક્શને તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

  • માર્ચ કરતા એપ્રિલ મહિનો સરકાર માટે ખૂબ સારો રહ્યો
  • GST કલેક્શનમાં જૂના રેકોર્ડ તોડી નાખ્યા
  • પહેલી વાર દોઢ લાખ કરોડને પાર થયું કલેક્શન

સરકાર માટે એપ્રિલ મહિનો ખૂબ જ સારો રહ્યો છે. GST કલેક્શને તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ગયા મહિને GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. GST લાગુ થયા પછી પહેલીવાર GST કલેક્શન એક જ મહિનામાં 1.50 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ આંકડો નાણા મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવ્યો છે.

માર્ચની સરખામણીએ એપ્રિલ મહિનો સારો રહ્યો

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ માર્ચ મહિનામાં GST કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા હતું. માર્ચની સરખામણીએ એપ્રિલમાં GST કલેક્શનમાં રૂ. 26 લાખ કરોડનો વધારો થયો છે. આર્થિક દૃષ્ટિકોણથી આ એક સારા સંકેત છે.

માલની આયાત પર કમાણી

એપ્રિલ, 2022 મહિનામાં ભેગા કરાયેલ કુલ GST આવક રૂ. 1,67,540 કરોડ છે, જેમાં CGST રૂ. 33,159 કરોડ, SGST રૂ. 41,793 કરોડ, IGST સહિત રૂ. 36,705 કરોડ માલની આયાત પર એકત્રિત કરવામાં આવેલ છે. IGST રૂ. 81,939 કરોડ છે. રૂ. 10,649 કરોડ છે, જેમાં માલની આયાત પર એકત્રિત રૂ. 857 કરોડનો સમાવેશ થાય છે.

ગત વર્ષના એપ્રિલ કરતા રાજ્યોની આવકમાં 20 ટકાનો વધારો

સરકારે સીજીએસટી તરીકે રૂ. 33,423 કરોડ અને આઇજીએસટીમાંથી રૂ. 26962 કરોડ એસજીએસટી નક્કી કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી એપ્રિલ 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 66,582 કરોડ અને SGST માટે રૂ. 68,755 કરોડ છે. એપ્રિલ 2022 ની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 20 ટકા વધુ છે.

1 કરોડથી વધારે રિટર્ન ફાઈલ થયાં

માર્ચ 2022માં કુલ 7.7 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે ફેબ્રુઆરી 2022માં જનરેટ થયેલા 68 કરોડ ઈ-વે બિલ કરતાં 13 ટકા વધુ છે. તે દેશમાં વ્યાપારિક ગતિવિધિઓની ઝડપી ગતિ દર્શાવે છે. આ વર્ષે એપ્રિલ દરમિયાન GSTR-3Bમાં 1.06 કરોડ GST રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા, જેમાંથી માર્ચમાં 97 લાખ રિટર્ન ફાઈલ થયા હતા. એપ્રિલ 2021 દરમિયાન કુલ 92 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ