બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:37 PM, 4 November 2022
ADVERTISEMENT
ટી20 વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયાની હોસ્ટિંગમાં રમાઇ રહેલી ટી20 વર્લ્ડકપ 2022ની પહેલી સેમીફાઇનાલિસ્ટ ટીમ મળી ચૂકી છે. આ ટીમ છે ન્યૂઝીલેન્ડ જેણે શુક્રવારે રમાયેલ મેચમાં આયરલેન્ડને 35 રનોથી માત આપી પોતાનો નેટ રનરેટ મજબૂત કર્યો છે.
બીજી ટીમ કોણ?
સેમીફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ ગ્રુપ 2 માં ભારત, પાકિસ્તાન કે સાઉથ આફ્રિકા કોણ પહોંચી શકશે તે જોવાનું બાકી રહ્યું. ગ્રુપ 1 માં પણ બીજી ટીમો સેમીફાઇનલ્સ માટે પોતાની જગ્યા બનાવશે જેમાં ઇંગ્લેન્ડ કે ઑસ્ટ્રેલિયામાંથી કોઇ એક હશે. ઑસ્ટ્રેલિયાએ જીતવા માટે અફગાનિસ્તાનને હરાવવું જરૂરી છે.
ADVERTISEMENT
શ્રીલંકાની સેમીફાઇનલ્સમાં સંભાવના વધુ
જો ઑસ્ટ્રેલિયા મેચ હારે છે તો શ્રીલંકા અને ઇંગ્લેન્ડની વચ્ચે થનારી મેચમાં જીતનાર ટીમ સેમીફાઇનલ્સમાં પોતાનું નામ નોંધાવશે. એટલે કે શ્રીલંકાનાં સેમીફાઇનલ્સમાં પહોંચવાનાં ચાન્સ વધુ છે.
રવિવારે ભારત, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકામાંથી આવશે નિર્ણય
સુપર 12નાં ગ્રુપ 2 માં ત્રણ ટીમો- ભારત, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સેમીફાઇનલની હકદાર છે. આ ત્રણ ટીમોની છેલ્લી મેચ રવિવારે એટલે કે 6 નવેમ્બરનાં રોજ થશે. ત્યારે જ નિર્ણય આવશે કે ત્રણમાંથી કઇ 2 ટીમો સેમીફાઇનલ્સમાં જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.