Exclusive / અમેરિકામાં કોરોનાનો કહેર: કુલ કેસ 9 લાખ 25 હજારને પાર, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

દેશભરમાં કોરોનાના કેસ 28 લાખ 29 હજારને પાર થઇ ગયા છે. ત્યારે સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં કોરોનાના કેસ 9 લાખ 25 હજારને પાર પહોંચી ગયા છે. અને અત્યારસુધી 52 હજારથી વધુના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 10 હજારથી વધુ સાજા થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1951 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નવા 38 હજાર 764 કેસ નોંધાયા છે. અને સૌથી વધુ કેસ ન્યૂયોર્કમાં નોંધાયા છે. ન્યૂયોર્કમાં એક દિવસમાં 422 લોકોના મોત થયા છે. ત્યારે અમેરિકામાં હાલની સ્થિતિને લઇ વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા નિરવ ગોવાણી પાસેથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ