બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / government schools admission many parents Surat
Last Updated: 11:57 PM, 23 June 2020
ADVERTISEMENT
સુરતમાં મોટી સંખ્યામાં વાલીઓ બાળકોના એડમિશન માટે ખાનગી નહીં પરંતુ સરકારી શાળાએ પહોંચી રહ્યા છે. આ તમામ વાલીઓ સરકારી શાળામાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે લાઇનોમાં ઉભા છે. આ વાલીઓ રાત્રિના 2.30 વાગ્યાથી જ લાઇનોમાં ઉભા છે. કારણ કે લૉકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી છે અને સાથે સાથે ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ સાથે ફી બાબતે મનમાની કરવામાં આવી રહી છે. તેને લઇને ખાસ વાલીઓ હવે સરકારી શાળા તરફ વળી રહ્યા છે. ખાનગી કરતા સરકારી પર લોકોને વધુ ભરોસો વધ્યો છે. શિક્ષણનું સ્તર સુધરતા સરકારી સ્કૂલ તરફ વાલીઓ આકર્ષાયા છે.
ADVERTISEMENT
આશરે 2 હજારથી વધુ ફોર્મ આજે વિતરણ થશે જેની સામે શાળાની કેપેસિટી ફક્ત 700 વિદ્યાર્થીઓની જ છે. ત્યારે શાળા ખાતે એકત્રિત થયેલા વાલીઓ દ્વારા બે શિફ્ટમાં શાળા શરૂ કરવામાં આવે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.
રાત્રિના સમયથી લોકો લાઇનોમાં ઉભા હતા, ત્યારે સવારથી ફોર્મ વિતરણ શરૂ કરતાની સાથે વાલીઓને હાશકારો થયો હતો. જો કે છેલ્લા ત્રણ વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ભણતરનું સ્તર સુધરી રહ્યું હોવાને કારણે પણ લોકો સરકારી શાળા તરફ વળી રહ્યા છે. ગત શૈક્ષણિક સત્રમાં શાળા બનીને તૈયાર હતી. ત્યારે આ શૈક્ષણિક સત્રમાં એડમિશનની શરૂઆત કરવામાં આવી છે. મોડી રાત્રીથી સમગ્ર વિસ્તારમાં ખબર પડતાની સાથે જ વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ત્યારે ધસારાને પહોંચી વળવા માટે બે પાળી શાળા શરૂ કરવા માટે તૈયારી અંગે પૂછતા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા હાલ તો આવી કોઇ પણ પ્રકારની તૈયારી બતાવવામાં આવી નથી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાના શિક્ષણમાં કરવામાં આવતો સુધારો ખરેખર સારી બાબત ગણી શકાય અને ખાનગી શાળના સંચાલકો માટે ખતરાની ઘંટી પણ બની શકે છે. ત્યારે આગામી દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વધુ વાલીઓ પોતાની રૂચિ દાખવે તો નવાઇ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુરત / ‘પપ્પા અહીં સ્વેટર સારા મળે છે, તમારા માટે લાવું?’, મોત પહેલા આ હતા શૈલેષભાઈના શબ્દો
Priykant Shrimali
ગુજરાત / 'ત્રણ વાર કલમાં બોલ્યા અને જે હિંદુ હતા તેને...', મૃતક શૈલેષ કળથિયાના દીકરાએ જણાવી આપવીતી
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.