બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / government of india extended the rs 50 lakh insurance cover to frontline health workers fighting covid 19 for another six months

તમારા કામનું / એક પણ પ્રીમિયમ ભર્યા વગર વધુ 6 મહિના મળશે PMની આ યોજના હેઠળ 50 લાખનો વીમો, જાણો કોને મળશે લાભ

Dharmishtha

Last Updated: 11:20 AM, 16 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 15 સપ્ટેમ્બર મંગળવારે જણાવ્યું કે કોરોના વાયરસ સામે લડવા માટે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજનાને આવતા 6 મહિના માટે વધારી દેવામાં આવી છે. આ સ્કીમ સામુદાયીક સ્વાસ્થ્ય કર્મચારીઓ સહિત સ્વાસ્થ્ય સેવા આપનારાને એ લોકોને 50 લાખનો વીમો આપે છે કે જે સીધા રોગગ્રસ્તના સંપર્કમાં આવે છે અને તેમની દેખરેખ કરે છે. જેથી તેમને સંક્રમણ થવાનો ખતરો વધારે છે. જેથી આવા લોકોનું દુર્ઘટનાને કારણે મોત નિપજે છે તો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • યોજના માટે કોઈ ઉંમરની મર્યાદા નક્કી નથી થઈ 
  • સ્વાસ્થ્ય સેવા આપનારાને એ લોકોને 50 લાખનો વીમો આપે છે 
  • પ્રીમિયમની સંપૂર્ણ રકમ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે

જાણો શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજના...

આ ઈન્શ્યોરન્સ કવરનો લાભ કેન્દ્ર તથા રાજ્ય સરકારો હેઠળ આવનારી હોસ્પિટલમાં કામ કરનારા ડોક્ટરો, નર્સો, ચિકિત્સા મદદગારો, સફાઈ કર્મીઓ તથા અન્ય કેટલાક લોકોને મળી રહ્યો છે. આમાં ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ, સેવા નિવૃત, સ્વયંસેવકો, અનુબંધિત કર્મચારીઓ, દૈનિક વેતન કર્મચારીઓ, તદર્થ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ વીમા કવર લાભાર્થી દ્વારા ઉઠાવવા જઈ રહેલા અન્ય તમામ વીમાં કવરના લાભથી ઉપર છે. આ યોજના માટે કોઈ ઉંમરની મર્યાદા નક્કી નથી થઈ અને વ્યક્તિગત  નોંધણીની જરુર નથી.
પ્રીમિયમની સંપૂર્ણ રકમ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. લાભ અન્ય યોજનાઓ હેઠળ અપાતા રકમ સિવાયની છે.

જાણો દુર્ઘટના વીમા યોજનામાં શું સમાવિષ્ટ છે અને શું નહીં

આ વીમામાં કોરોનાને કારણે ડ્યૂટી દરમિયાન કોઈ કર્મચારીનું મોત થાય છે તો તેને પૈસા મળશે. 
સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સહિત સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા આપનારા, જેમને કોરોનાગ્રસ્ત દર્દીઓના સીધા સંપર્કમાં રહેવું પડે છે અને જેમને કોરોના થવાનો ખતરો છે. તેમનો સમાવેશ થાય છે.

ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ, સેવા નિવૃત, સ્વયંસેવકો, સ્થાનીય શહેરી મડદા ઘરો, કેન્દ્રીય હોસ્પિટલ,  અનુબંધિત કર્મચારીઓ, દૈનિક વેતન કર્મચારીઓ, તદર્થ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ યોજના માટે કોઈ ઉંમર નક્કી કરાઈ નથી, વ્યક્તિગત  રજિસ્ટ્રેશનની જરુર નથી.
આ યોજનાના પ્રીમિયમની સંપૂર્ણ રકમ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે

સંકળાયેલા મુદ્દાઓ

Insurance covid 19 health workers પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વીમા યોજના Insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ