Sunday, May 26, 2019

PM મોદીનાં કોંગ્રેસ પર પ્રહાર 'ભૂતકાળમાં મોટા-મોટા સત્તાધારીઓ આવ્યાં છતાં આપણે પછાત"

PM મોદીનાં કોંગ્રેસ પર પ્રહાર  'ભૂતકાળમાં મોટા-મોટા સત્તાધારીઓ આવ્યાં છતાં આપણે પછાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં રોજ જણાવ્યું કે 'ન્યૂ ઇન્ડીયાની સંકલ્પથી સિદ્ધિની યાત્રા' પર આગળ વધતા ભારત બીજા યુગમાં છલાંગ લગાવવા તૈયાર છે અને સરકાર કરોડો ભારતીયોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તત્પર છે.

તેઓએ ભાર આપતા કહ્યું કે કેન્દ્ર સરકાર 100 ટકા લોકોને અંદાજે દરેક પ્રકારની મૂળભૂત સુવિધાઓ આપવા માટે નજીક પહોંચી ગયેલ છે. એક સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે "વીતેલા ચાર વર્ષોમાં આપ આ પરિવર્તનને થતા પણ જોઇ રહ્યાં છો. આંકડાઓ આની સાબિતી પૂરી રહ્યાં છે. પરંતુ આ બધું પહેલા કેમ ના થયું?"

તેઓએ સવાલ કર્યો કે આપ પણ કદાચ વિચારતા હશો કે આખરે આપણો દેશ કેમ પાછલ રહી ગયો? આઝાદીનાં આટલા દશકાઓ બાદ આ ખચકાટ આપણાં મનમાં થઇ રહ્યો છે કે કેમ આપણે હજી પાછળ જ રહી ગયા છીએ? પ્રધાનમંત્રીએ કહ્યું કે "આપણી પાસે વિશાળ ઉપજાઉ કરેલ ભૂમિ છે. આપણા નવજવાન પણ ખૂબ પ્રભાવશાળી અને મહેનતી છે. આપણી પાસે પ્રાકૃતિક સંસાધનોની પણ કોઇ ઉણપ નથી. આટલું બધું થઇ જવા બાદ પણ આપણો દેશ કેમ આગળ વધી નથી રહેલ?"

વધુમાં તેઓએ જણાવ્યું કે મંજીલોની તો ઉણપ ન હોતી પણ દાનત ખરાબ હતી. પૈસાની પણ અછત ન હોતી ઇચ્છાશક્તિની ઉણપ હતી. સમસ્યાઓની ઉણપ પણ ન હોતી. સંવેદનાની ઉણપ હતી. સામર્થ્યની પણ ઉણપ ન હોતી.

બસ ઉણપ હતી તો માત્ર કાર્યસંસ્કૃતિની. કોંગ્રેસ પર પરોક્ષ રૂપથી નિશાન સાધતા મોદીએ કહ્યું કે ભૂતકાળમાં મોટા-મોટા લોકો સત્તામાં આવ્યાં મોટી-મોટી સરનેમ તેમજ ઉપનામવાળા લોકો સત્તામાં આવ્યાં અને ચાલ્યાં ગયા પરંતુ આપણે પછાત રહી ગયાં.

તેઓએ જણાવ્યું કે આ બધું પહેલા એટલાં માટે નથી થયું કેમ કે ગરીબી ઓછી થઇ જશે તો 'ગરીબી હટાઓ'નું સૂત્ર કઇ રીતે આપી શકાશે. જ્યારે દેશનાં ગરીબ શોષિત અને વંચિતોને તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થઇ જશે. તેઓને શૌચાલય વિજળી બેંકનાં ખાતા ગેસ કનેક્શન જેવી ચીજોની ચિંતાઓથી મુક્તિ મળી જશે તો પછી દેશનાં ગરીબ ખુદ જ પોતાની ગરીબીને પરાસ્ત કરી દેશે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ