બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Gori Maam Bhabhiji Ghar Par Hain for a while first baby anita bhabhi

વિદિશા શ્રીવાસ્તવ / થોડા સમય માટે 'ભાભીજી ઘર પર હૈં'ને અલવિદા કહી શકે છે ગોરી મેમ! કારણ જાણીને ફેન્સ થઈ જશે ખુશ

Vikram Mehta

Last Updated: 06:00 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘ભાભી જી ઘર પર હૈં’ ફેમ વિદિશા શ્રીવાસ્તવ 6 મહિના પ્રેગનેન્ટ છે. આ કારણોસર વિદિશા શ્રીવાસ્તવ 3 મહિનાનો બ્રેક લેશે. મેટરનિટી બ્રેક પછી વિદિશા શ્રીવાસ્તવ ફરી આ શોમાં કામ શરૂ કરશે.

•    વિદિશા શ્રીવાસ્તવ 6 મહિના પ્રેગનેન્ટ.
•    ‘ભાભી જી ઘર પર હૈ’માંથી 3 મહિનાનો બ્રેક લેશે.
•    મેટરનિટી બ્રેક પછી શોમાં ફરી કામ શરૂ કરશે. 

‘ભાભી જી ઘર પર હૈં’ ફેમ અનિતા ભાભીનું પાત્ર ભજવનાર વિદિશા શ્રીવાસ્તવ ટૂંક સમયમાં સારા સમાચાર સંભળાવશે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર વિદિશા શ્રીવાસ્તવ 6 મહિના પ્રેગનેન્ટ છે અને ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે. વિદિશા શ્રીવાસ્તવની પ્રેગનેન્સીના સમાચાર સાંભળીને ફેન્સમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ 3 મહિનાના બ્રેકનું સાંભળીને ઝાટકો પણ લાગ્યો છે. 

વિદિશા ત્રણ મહિનાનો બ્રેક લેશે

‘ભાભી જી ઘર પર હૈં’ સાથે જોડાયેલ એક સૂત્ર પરથી જાણવા મળ્યું છે કે, વિદિશા શ્રીવાસ્તવ 6 મહિના પ્રેગનેન્ટ છે. વિદિશા શ્રીવાસ્તવનો બેબી બમ્પ જોવા નથી મળી રહ્યો, જેના કારણે લોકોને હજુ સુધી કંઈ ખબર પડી નથી. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર વિદિશી ડિલીવરી પછી 3 મહિનાની મેટરનિટી બ્રેક લેશે. આ સીરિયલના અનેક એપિસોડ પહેલાથી શૂટ કરી લેવામાં આવશે, જેથી તેના બ્રેકની અસર સીરિયલ પર ના પડે. સૌમ્યા ટંડન સમયે પણ આ પ્રકારે કરવામાં આવ્યું હતું. સૌમ્યા ટંડને પણ પણ ચાર મહિનાની રજા લીધી હતી. 

વિદિશા શો બંધ નહીં કરે

‘ભાભી જી ઘર પર હૈં’ શો સાથે જોડાયેલ સૂત્ર પરથી જાણવા મળ્યું છે કે, વિદિશાનો શો બંધ કરવાનો કોઈ પ્લાન નથી. બ્રેક પછી વિદિશા પરત આવવાની હોવાને કારણે તેની જગ્યાએ અન્ય કોઈને લેવાનો વિચાર પણ નથી કરવામાં આવી રહ્યો. અત્યાર સુધીમાં ત્રણ અભિનેત્રીઓએ અનિતા ભાભીનું પાત્ર ભજવ્યું છે. પહેલી વાર સૌમ્યા ટંડને પણ અનિતા ભાભીનું પાત્ર ભજવી રહી છે. સૌમ્યા ટંડને વર્ષ 2020માં શો છોડ્યો હતો અને તેની જગ્યાએ નેહા પેંડસેએ પાત્ર ભજવ્યું હતું. વર્ષ 2022થી વિદિશા શ્રીવાસ્તવે નેહાની જગ્યા લીધી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bhabhi Ji Ghar Par Hai Saumya Tandon Vidisha Shrivastava Vidisha Shrivastava Baby Vidisha Shrivastava Baby Bump Vidisha Shrivastava Pregnancy Vidisha Shrivastava Tv Shows Vidisha Shrivastava
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ