ટેક્નોલોજી / કેન્સરના દર્દીઓ માટે સારાં સમાચાર, હવે Google આ રીતે કરશે કેન્સરનું નિદાન

Google Shows AI Can Spot Breast Cancer Better Than Doctors

શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) કોઈ હ્મૂમન રેડિયોલોજિસ્ટની સરખામણીમાં વધુ ચોક્કસ રીતે કેન્સરના દર્દીઓની ઓળખ કરી શકે છે? જો આ સવાલ ગૂગલને પૂછવામાં આવશે તો જવાબ હા હશે. ગૂગલનો દાવો છે કે, તેણે એક એવું એઆઈ મોડલ (AI Model) વિકસાવ્યું છે, જે હ્યૂમન રેડિયોલોજિસ્ટથી વધુ સારી રીતે કેન્સરના દર્દીઓની ઓળખ કરી શકશે. 6 રેડિયોલોજિસ્ટને લઈને એક સ્ટડી કરવામાં આવી છે, જેમાં એઆઈ સિસ્ટમે સૌથી સારું પ્રદર્શન કર્યું છે. ગૂગલ આ પ્રોજેક્ટ પર યૂકે અને યૂએમાં સ્થિત ક્લિનિકલ રિસર્ચ પાર્ટનર્સની સાથે મળીને 2 વર્ષથી કામ કરી રહ્યું છે. એક રિપોર્ટમાં કંપનીએ આ અંગે જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ