બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Good news for students traveling in ST bus

ડિજિટલ ગુજરાત / એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, આજથી ઈ-પાસ સિસ્ટમનો અમલ શરૂ, આવી રીતે કરો અરજી

Mahadev Dave

Last Updated: 11:34 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે

  • ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ
  • હર્ષ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ સુવિધાનું લોકાર્પણ

એસટી વિભાગમાં સુવિધાની ગાડી બમણી સ્પીડે ચાલી રહી છે. આધુનીક સુવિધા બસથી લઇને ઇલેક્ટ્રીક બસો હવે એસટી વિભાગ પાસે છે. તો હવે એસટી વિભાગમાં વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઇ-પાસની સેવાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આજના ડિજીટલ યુગમાં એસટી વિભાગનો પ્રવેશ થઇ ચૂક્યો છે. વર્ષોથી વિદ્યાર્થીઓને જે બસ સ્ટેશનના ધક્કા ખાવા પડતાં હતા તેમાં મદદ મળશે અને ઘરબેઠા તેઓ એસટીના ઇ પાસ કઢાવી શકશે.

દેશમાં અત્યાર સુધી આવો વધારો ક્યાંય નથી થયો: પોલીસના ગ્રેડ પે મુદ્દે હર્ષ  સંઘવીનું મોટું નિવેદન | Nowhere in the country has there been such an  increase so far: Harsh Sanghvi

કોમ્પ્યુટરમાંથી જ ઇ પાસ કાઢી શકશે
વેકેશન પૂર્ણ થતાં જ હવે તમામ શાળા-કોલેજો ખુલી ગઇ છે. ગ્રામીણ વિસ્તારોમાંથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ હવે દરરોજ સ્કૂલે આવી રહ્યાં છે. ત્યારે આ વિદ્યાર્થીઓને અગવળતા ન પડે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રેગ્યુલર મુસાફરી માટે જે પાસ ઓફલાઇન કાઢવામાં આવતાં હતા તેની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી ઘરબેઠા બસનો ઇ-પાસ કાઢી શકે છે. એટલે કે બસ સ્ટેશનમાં પાસ કઢાવવા માટે વિદ્યાર્થીએ લાઇનમાં ઉભા નહીં રહેવું પડે તે પોતાના કોમ્પ્યુટરમાંથી જ ઇ પાસ કાઢી શકશે.  

કોરોનામાં મૂંઝાશો નહીં, ક્યાંય પણ જવું હોય, કરો 1 ફોન ને જાણી લો બસનો ટાઇમ,  આ છે ગુજરાત ST બસ ડેપોના નંબર્સ | st bus depo inquiry numbers of gujarat

પાસની સુવિધા ૫૦ ટકા રાહત દરે અપાશે

રાજ્યમાં હાલ નિગમ દ્વારા ૧૨૫ બસ સ્ટેશનો, ૧૦૫ કંટ્રોલ પોઇન્ટ તેમજ ૩૩,૯૧૫થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ મારફતે દર વર્ષે ૫.૧૭ લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને ૪.૯૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને રાહતદરના પાસ આપવામાં આવે છે. તેમજ ૮૦ હજારથી વધુ રોજીંદા મહિલા અને ૨.૩૨ લાખથી વધુ પુરૂષ રોજીંદા મુસાફરો મળી કુલ ૩ લાખથી વધુ રોજીંદા મુસાફરોને પાસની સુવિધા ૫૦ ટકા રાહત દરે (૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસની મુસાફરી યોજના) આપવામાં આવે છે. ઈ-પાસ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ અને મુસાફરો પોતે જ કોમ્પ્યુટર અથવા મોબાઈલથી રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ તેમણે જણાવ્યું હતું. 

હાલમાં રાજ્યમાં વિદ્યાર્થીઓ અને રોજીંદા મુસાફરોએ નિયત કાઉન્ટર પરથી અરજી પત્રક મેળવવાનું રહે છે. ત્યારબાદ આ અરજી પત્રક મેન્યુઅલી ભરવાનું રહે છે. અરજી પત્રક ભર્યા પછી સંબંધિત શૈક્ષણિક સંસ્થાના સહી-સિક્કા કરાવ્યાબાદ નિગમના કાઉન્ટર પર એપ્લિકેશન ફોર્મ આપી રોકડ ચુકવણું કર્યા બાદ આઈ કાર્ડ/પાસ મેળવી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ST ST Bus ઈ-પાસ સિસ્ટમ એસટી બસ ડિજિટલ ગુજરાત હર્ષ સંઘવી Gujarat ST
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ