યોગ્ય રીતે રોકાણ કરીને કરોડપતિ બનવાનું સપનું હોય છે. ખાસ કરીને નોકરી કરતા લોકો ઇચ્છે છે કે રિટાયરમેન્ટ સુધી કરોડપતિ બની જાય. રિયલ લાઈફમાં એવી કોઈ રીત નથી જેમાં કેટલાક હજાર રૂપિયા રોકાણ કરીને કરોડો રૂપિયાનું રિટર્ન મળી શકે. જો આવું બને પણ તો તમારે આવનારા કરોડો રૂપિયા પર ટેક્સ ચૂકવવો પડશે અને રકમ પછી ઓછી થઈ જશે. તમે કાયદાકીય રીતે કરોડો રૂપિયા કમાણી કરી શકો છો પરંતુ હવે આ ટેક્સ ફ્રી નથી રહ્યા. આ વખતના બજેટમાં નાણાંમંત્રી અરુણ જેટલીએ તેના પર ટેક્સ લગાવી દીધો છે.
મ્યુચ્યુઅલ ઈક્વિટી ફંડ જેમાં 20 વર્ષ સુધી માત્ર 5000 રૂપિયા માસિકનું રોકાણ કરીને તમને 2.38 કરોડ રૂપિયા હાંસેલ કરી શકો છો. દેશમાં કેટલાક મ્યુચ્યુઅલ ઈક્વિટી ફંડ એવા છે જેમણે પાછલા 20 વર્ષોમાં આ પ્રકારનું રિટર્ન ગ્રાહકોને આપ્યું છે.
નાણાંકીય સલાહકારો અનુસાર આ મ્યુચ્યુઅલ ઈક્વિટી ફંડ્સમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો. હાલમાં બેંકોમાં બધા પ્રકારના વ્યાજ દર અટલે કે બચત ખાતું FD પર મળનારા વ્યાજના દર સતત ઓછા થઈ રહ્યા છે SIP દ્વારા ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફંડમાં રોકાણ કરવાનો સારો ઓપ્શન છે.
તમારી કમાણી 2.38 કરોડ રૂપિયા સુધી થઇ શકે છે. એવામાં 5 મ્ચુચ્યુઅલ ઇક્વિટી ફંડો વિશે અમે જાણકારી આપી રહ્યા છીએ આ ફંડો ગત 20 અથવા તેનાથી વધારે વર્ષો સુધી સતત 20% વધારે રિટર્ન આપે છે.
ડિસેમ્બર 1993માં શરૂ થયા પછી અત્યાર સુધી ફ્રેકલિન ઇન્ડિયા પ્રાઇમ ફંડનો સીએજીઆર 21.02 % રહ્યા છે. અને એપ્રિલ 1998થી આ રિટરસન 25.11 % રહ્યો છે. એટલે કે જો તમે આ મ્યુચ્યુઅલ ફંડમાં 1 એપ્રિલ 1998થી 5000 રૂપિયા મહિને રોકાણ કર્યું હોય તો 1લી એપ્રિલ 2017 સુધી તમારા ખાતામાં 2.38 કરોડ રૂપિયા જમા હોત.
પાછલા 20 વર્ષોમાં રિટર્નના મામલે બીજા નંબરે ‘રિલાયન્સ ગ્રોથ ફંડ’ આવે છે. જો તમે 1લી એપ્રિલ 1998થી આ ફંડમાં માસિક 5000 રૂપિયાનું રોકાણ શરૂ કર્યું હોત તો 1 એપ્રિલ 2017 સુધી તમારા ખાતામાં 2.12 કરોડ રૂપિયા રિટર્ન મળ્યું હોત. એટલે કે રોકાણના 17.66 ગણી રકમ.
ત્રીજા નંબર પર છે HDFC ઈક્વિટી ફંડ પાછલા 20 વર્ષોમાં જેનો સીએજીઆર 23.56 % રહ્યો છે. એટલે કે જો તમે 1લી એપ્રિલ 1998થી આ ફંડમાં માસિક 5000નું રોકાણ શરૂ કર્યું હોય તો 1લી એપ્રિલ 2017 સુધી તમારા ખાતામાં 1.95 કરોડ રૂપિયા થઈ જાત.
આ બાદ આવે છે ‘રિલાયન્સ વિઝન ફંડ’નો નંબર જેનું સીએજીઆર રિટર્ન પાછલા 20 વર્ષ દરમિયાન 19.92 % રહ્યું છે. આ મ્યુચ્યુઅલ ઈક્વિટી ફંડમાં જો તમે 20 વર્ષ પહેલા 5000 રૂપિયા પ્રતિમાસ હિસાબથી રોકાણ શરું કર્યું હોત તો 1લી એપ્રિલ 2017 સુધી તમારા ખાતામાં 1.95 કરોડ રૂપિયા પડ્યા હોત.
દેશમાં રિટર્નના મામલામાં પાંચમાં નંબર પર છે ‘HDFC ટોપ 200 ફંડ ’ જેનો સીએજીઆર રિટર્ન શરૂઆતથી અત્યાર સુધી 20.88 ટકા રહ્યો છે.અને આ ફંડમાં જો તમે 20 વર્ષ સુધી 5000નું રોકાણ કર્યું હોત તો આજે તમારા ખાતામાં 1.43 કરોડ રૂપિયા હોત.
અત્યાર સુધીમાં આ રકમ પર કોઈ ટેક્સ નહોતો પરંતુ આ વખતના બજેટમાં નાણાં મંત્રી અરુણ જેટલીએ તેના પર ટેક્સ લગાવી દીધો છે. નાણાંકીય વર્ષ 2018-19ના સામાન્ય બજેટમાં કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં મ્યુચ્યુઅલ ફંડને પણ લાવી દીધો છે. આથી હવે ટેક્સ ફ્રી રોકાણના ઓપ્શન ઘટી ગયા છે. હવે માત્ર 2 સ્કીમ જ એવી છે જેમાં 80સી હેઠળ મળનારી 1.5 લાખ રૂપિયા સુધી છૂટ મળે છે. જેમાં રોકાણ કરવા પર મેચ્યોરિટી સમયે તમારે કોઈ ટેક્સ આપવાનો નહીં રહે. તેમાંથી એક સુકન્યા સમૃદ્ધિ યોજના અને બીજી પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) છે.