મુંબઇ: અજય દેવગણની ફિલ્મ ગોલમાલ અગેનનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનું લુક સેટ અને સ્ટાર્સ ગોલમાલ 3ની યાદ અપાવે છે. આ વખતે કહાનીમાં એક ભૂતની એન્ટ્રી થઇ ગઇ છે. અજય દેવગણ એન્ડ ટીમ જેમાં શ્રેયસ તલપડે તુષાર કપૂર અરશદ વારસી અને કૃણાલ ખેમૂના ઘરમાં એક ભૂત આવી ગયું છે. આ વખતે ગોલમાલ ટીમ ભૂતથી પરેશાન છે. ફિલ્મમાં કરીનાની જગ્યા પરિણીતી ચોપડાએ લીધી છે અને સાથે ભૂત ભગાવવામાં માહિર તબ્બુ પણ ફિલ્મનું ખાસ આકર્ષણ છે. ફિ્લ્મનું ટ્રેલરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગોલમાલ અગેનમાં લોજિક નહીં પરંતુ મેજિક છે. એટલા માટે ફિલ્મમાં કોમેડી ભરપૂર જોવા મળી રહી છે. આ વખતે પણ અજય દેવગણે બે ગાડીઓ પર સ્ટંટ કરતાં ફિલ્મમાં એન્ટ્રી લેશે ગોલમાલ 3 માં જે સ્ટાર્સ હતા એ જ મોટાભાગના સ્ટાર્સ આ ફિલ્મમાં છે.