રૂપિયાની મજબૂતીને કારણે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 162 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે સોમવારે સોનાના ભાવ 133 રૂપિયા વધ્યા હતા. સોનાની જેમ ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. એક કિલો ચાંદીના ભાવમાં 657 રૂપિયા ઘટાડો થયો છે.
ઘરેણાં ખરીદનારાઓ માટે ખુશખબર
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
10 ગ્રામ સોનાના ભાવમાં 162 રૂપિયા ઘટ્યા
સોનાનો નવો ભાવ
દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 41,456 રૂપિયાથી ઘટીને 41,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે 10 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું 1,579 ડોલર પ્રતિ ઔંસ રહ્યું, જ્યારેનો ભાવ 18 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો છે.
મંગળવારે કારોબારમાં ડોલર સામે રૂપિયો 11 પૈસા મજબૂત થયો છે. શરૂઆતના કારોબારમાં રૂપિયો 6 પૈસા વધીને 71.37 રૂપિયા થયો હતો. હાલ વૈશ્વિક રોકાણકારો ચીનના કોરોનો વાયરસના પ્રકોપ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં સોનાની આયાત 6.77 ટકા ઘટીને 23 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2018-19ના સમાન ત્રિમાસિક ગાળામાં પીળી ધાતુની આયાત 24.73 અબજ ડોલર રહી છે. સોનાની ઓછી આયાતથી દેશને વેપારમાં નુકસાન ઓછું કરવામાં મદદ મળી છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં તે 118 અબજ ડોલર હતું, જે એક વર્ષ અગાઉ 2018-19ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં 148.23 અબજ ડોલર હતું.
જુલાઇથી સોનાની આયાતમાં ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઈથી સોનાની આયાતમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં તે વધ્યો હતો. જ્યારે ડિસેમ્બરમાં તેમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો. ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનાર છે. તે મુખ્યત્વે ઝવેરાત ઉદ્યોગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત કરે છે.