બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / Gold and silver prices have changed a lot today, check the latest rates

તક ઝડપો / સોનાની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, ખરીદતા પહેલા ફટાફટ જાણી લો આજનો લેટેસ્ટ રેટ

Megha

Last Updated: 12:13 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે.

  • કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે
  • ગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો
  • આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે

આજે સોના ચાંદીની કિંમતમાં થોડી નરમી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો સાથે સાથે વધતી ચાંદીની કિંમતમાં આજે ઘટાડો થયો છે. એક સમયે ચાંદીની કિંમત 61 હજારને વટાવી ગઈ હતી પણ હાલ તેની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 

સોનાની કિંમત 
મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 75 રૂપિયા ઘટીને 50,670 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં 51,250 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.15  ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીની કિંમત 
સોનાની જેમ આજે સવારે ચાંદીના વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત 395 રૂપિયાથી ઘટીને 57,931 પ્રતિ કિલોગ્રામ થઇ હતી. ચાંદી 58,261રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો, જે માંગમાં ઘટાડાને કારણે નીચે આવ્યો હતો. ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.68 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.

ગ્લોબલ માર્કેટ
ગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,774.04 પ્રતિ ઔંસ પર પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં0.09 ટકા વધુ છે. પણ કિંમત ઘટાડા સાથે ચાંદીની હાજર કિંમત પણ $ 20.2 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.68  ટકા ઓછી છે.

કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ