છત ભાડેથી આપીને કરો લાખો રૂપિયાની કમાણી, સરકારની નવી યોજના!

By : krupamehta 02:31 PM, 29 May 2018 | Updated : 02:31 PM, 29 May 2018
જો કોઇ શહેરમાં તમારું ઘર અથવા એવું બિલ્ડિંગ છે જેની છત ખાલી પડી હોય તો તમે એનાથી રૂપિયા કમાઇ શકો છો. વાસ્તવમાં મોદી સરકાર નવી પોલિસી લાવવા જઇ રહી છે. એમાં સોલર પાવર કંપનીઓ તમારી પાસેથી છત ભાડેથી લેશે અને એની પર સોલર પેનલ લગાવશે. આ કંપનીઓ તમારી છતનું મેન્ટેનેન્સ પણ કરશે. આ છત પર થનારો તમારો ખર્ચ પણ બચશે. કંપની એનું ભાડું પણ આપશે. 

શું છે સરકારની યોજના
સરકાર રેન્ટ એ રૂફ પોલિસી પર કામ કરી રહી છે. આ પોલિસી હેઠળ ડેવલોપર ઘરો અને બિલ્ડીંગોની છતોને ભાડે પર લઇ શકશે અને પ્રત્યેક ઘર અને બિલ્ડીંગના માલિકને એના બદલે ભાડાની ચુકવણી કરશે. અહીં પેદા થતી વીજળી ગ્રિડને મોકલવામાં આવશે. 

મોદી સરકારે સોલર પાવરનો ટાર્ગેટ 1 લાખ મેગાવોટ નક્કી કર્યો છે, જ્યારે ગત સરકારે ટાર્ગેટ 20 હજાર મેગાવોટ હતો. એમાંથી 40 હજાર મેગાવોટ વીજળી રુફટોપ સોલર પ્લાન્ટથી મેળવી શકાય છે. એના માટે સરકાર છત પર સોલર પ્લાન્ટ લગાવવા માટે લોકોને પ્રેરિત કરી રહી છે. લોકો છત પર પેદા થનારી વીજળી વેચી પણ શકે છે. સરકારને આશા છે કે જો મોટા ડેવલોપર્સ રુફટોપ સોલર પ્લાન્ટ લગાવે છે તો ટાર્ગેટ પ્રાપ્ત કરી શકાય છે. 

તૈયાર છે નવી પોલિસી
સરકારે રેન્ટ એ રુફ પોલિસી તૈયારી કરી લીધી છે. આ પોલિસ હેઠળ પાવર ડેવલોપર્સ, મકાન માલિકો સાથે કરાર કરશે. એ કરાર નિર્ધારિત સમય માટે હશે. જો વધારેમાં વધારે 25 વર્ષ સુધી હોઇ શકે છે. સોલર પાવર ડેવલેપર્સ એક સાથે ઘણી છત ભાડેથી લઇ શકશે અને ત્યાં સોલર પ્લાન્ટ લગાવીને વીજળી વેચી શકે છે. 

પોલિસી લાગૂ થયા બાદ સરકાર રિન્યુબલ એનર્જદી મંત્રાલયની વેબસાઇટ પર ડીટેલ જારી કરશે. એમાં શરતો પણ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત સોલર પાવર ડેવલપર્સન પણ જાહેરાત કરીને એ વિસ્તાર માટે જણાવશે, જેમાં એ રુફ ટોપ સોલર પ્લાન્ટ લગાવવા ઇચ્છે છે. તમે એ જાહેરાત પર અપ્લાય કરી શકો છો. Recent Story

Popular Story