બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir Somnath: 500 maunds of cotton fetched in auction on first day in Dolasa yard, prices fetched up to 2260 per maund

ગીર સોમનાથ / ડોળાસા યાર્ડમાં પ્રથમ દિવસે હરાજીમાં 500 મણ કપાસની આવક, પ્રતિ મણ ભાવ આટલા રહેતા ખેડૂતોમાં ખુશી

Vishnu

Last Updated: 12:31 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિઝનના પ્રથમ કપાસની હરાજી થઈ શરૂ. ડોળાસા સબ માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોને પ્રતિ 20 કિલો કપાસના 2260 રૂપિયા મળ્યા તો ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ.

  • ડોળાસા યાર્ડમાં કપાસની આવક
  • પ્રથમ દિવસે 500 મણ કપાસની આવક 
  • પ્રતિ મણ 2260 સુધી મળ્યા ભાવ

ખેડૂતોનું સફેદ સોનું એટલે કપાસ...જેની કોડીનાર તાલુકાના ડોળાસા સબ યાર્ડ ખાતે હરાજી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ખેડૂતોને પ્રતિ મણ ઉંચામાં 2250 અને નીચામાં 1860 જેટલા ભાવ મળ્યા હતા. આ પ્રકારના બજાર ભાવ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ ખૂબ સારા માનવામાં આવી રહ્યા છે. હરાજીનો પ્રથમ દિવસ હતો ત્યારે આજના દિવસે 500 મણ કપાસની આવક ડોળાસા સબ યાર્ડમાં થઈ છે. આગામી દિવસોમાં હજુ પણ કપાસને આવક વધવાની પૂરી શક્યતાઓ ખેડૂત અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ એ વ્યક્ત કરી રહ્યા છે.

ખેતીમાં ખર્ચો વધ્યો તે પ્રમાણે ભાવ નથી
ખેડૂતોનું કહેવું છે પાછલા વર્ષો કરતા ભાવ સારા મળી રહ્યા છે પરંતુ ખર્ચ અને મહેનત પ્રમાણે ભાવ ઓછા મળી રહ્યા છે. કપાસમાં ભેજ લાગવાના કારણે હાલ ભાવ ઓછા મળી રહ્યા હોવાની વાત કહી હતી. તેમજ વરસાદ અને ઈયળના ત્રાસના કારણે ઉત્પાદન ઓછુ હોવાથી ભાવ વધુ આપવાની ખેડૂતોએ માગ કરી હતી. ખેડૂતોનું કહેવુ છે કે ખેતીમાં જે પ્રમાણે ખર્ચ વધ્યો છે તે પ્રમાણે ભાવ મળતા નથી. ખેડૂતોએ માંગ કરી હતી કે પ્રતિમણ 3 હજાર ભાવ મળવો જોઈએ.

18 હજાર 940 હેક્ટરમાં કપાસનું વાવેતર
કમોસમી વરસાદ અને કપાસના પાકમાં ઈયળના ત્રાસને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. જેથી ખેડૂતોનું કહેવું છે કે નુકસાનીને કારણએ પૂરો પાક ઉતરતો નતી કોઈને 50 ટકા અથવા કોઈને માંડ વધુમાં વધુ 80 ટકા પાક ઉતરે છે. તેમાં પણ ભેજ લાગી જવાના કારણે નુકસાન સહન કરવું પડે છે જેતી જો સારા ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થાય.ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારને લીલી નાઘેર તરીકે કૃષિ જગતમાં ઓળખવામાં આવે છે.  પરંતુ પાછલા કેટલાક વર્ષોથી મગફળીની સાથે હવે કપાસનુ વાવેતર પણ સતત વધી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી અપૂરતા ભાવ અને વધુ ખર્ચના કારણે કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ચાલુ વર્ષે જિલ્લામાં કપાસનું નોધપત્ર 18 હજાર 940 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. 

કમોસમી વરસાદ, ઈયળનો ત્રાસ તેમજ કપાસમાં આવેલા રોગને કારણે કપાસના પાક ઉપર માઠી અસર પડી છે. તેમ છતાં આજે ડોળાસા માર્કેટિંગ યાર્ડમાં સારા કપાસના બજાર ભાવ 2,260 સુધી જોવા મળ્યા હતા. પ્રથમ દિવસના ભાવને લઈ કેટલાક ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જ્યારે મોટાભાગના ખેડૂતો ખર્ચ પ્રમાણે વધુ સારા ભાવની માંગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ