બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Get ready for a big twist in Mirzapur Season 3: Is Munna Bhaiyya alive? Kalin Bhaiya's daughter-in-law will take revenge
Last Updated: 10:47 PM, 7 June 2023
ADVERTISEMENT
OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 'મિર્ઝાપુર'ની બંને સિઝન સુપરહિટ સાબિત થઈ હતી. ફેન્સ હવે 'મિર્ઝાપુર-3'ની રાહ જોઈ રહ્યા છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને વિક્રાંત મેસીની 'મિર્ઝાપુર 3' ક્યારે આવશે અને આ વખતે શું હશે સ્ટોરી. અભિનેત્રી ઈશા તલવારે આ સીરીઝને લઈને મોટો ખુલાસો કર્યો છે. ચાલો આપણે જાણીએ કે 'મિર્ઝાપુર 3'ના કલાકારોએ સીરિઝ વિશે શું મોટી માહિતી આપી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન 'મિર્ઝાપુર 3' માં 'કાલીન ભૈયા'ની વહુ અને મુન્નાની પત્ની 'માધુરી'ની ભૂમિકા ભજવનાર ઈશા તલવારે વેબ સિરીઝ વિશે એક નવું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે હાલમાં તે મિર્ઝાપુર સિઝન-3નું શૂટિંગ કરી રહી છે. ત્રીજી સિઝનમાં તેની ભૂમિકા ઘણી મહત્વની છે. સીઝન-2માં પણ 'માધુરી'ના પાત્રમાં ઈશા તલવારને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મુન્નાની વિધવા તેના પતિના મોતનો બદલો લેશે
મિર્ઝાપુર કાસ્ટઃ અભિનેત્રીએ સંકેત આપ્યા છે કે 'માધુરી' ત્રીજી સિઝનમાં 'ગુડ્ડુ ભૈયા' અને 'ગોલુ'માંથી 'મુન્ના ભૈયા'ના મોતનો બદલો લેવા જઈ રહી છે. કાલીન ભૈયા સાથેના તેના સંબંધો પણ જોવા લાયક હશે.
મુન્નાભૈયા જીવીત છે ?
સમાચાર એવા પણ આવી રહ્યા છે કે દિવ્યેન્દુ શર્મા 'મિર્ઝાપુર-3'નું શૂટિંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે ચાહકોને આશા છે કે આ સિઝનમાં મુન્ના ભૈયા ગુડ્ડુ ભૈયા અને ગોલીનો બદલો લેતા જોવા મળશે.
મુન્ના ભૈયાનું મૃત્યુ
'મિર્ઝાપુર 2'ના અંત સુધીમાં ચાહકોએ જોયું કે સત્તા માટેની આ લડાઈ ઉગ્ર બની ગઈ છે. કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી)ના એકમાત્ર પુત્ર 'મુન્ના ભૈયા' (દિવ્યેન્દુ શર્મા)ની ગુડ્ડુ ભૈયાએ હત્યા કરી હતી. હવે ફરી એકવાર નવી સિઝનમાં મેકર્સ આ સ્ટોરીને નવેસરથી લાવવા જઈ રહ્યા છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.