બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / gangrape with kolkata anchor in patna bihar news

બદનામી / બંગાળથી આવેલી એન્કર સાથે પટનામાં એવી ઘટના બની કે મચ્યો ખળભળાટ, જાણો સમગ્ર મામલો

Premal

Last Updated: 02:15 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની રાજધાની પટનામાં ફરી એક વખત સામુહિક બળાત્કારની ઘટનાથી પટના બદનામ થયુ છે. આ બનાવને રાજધાનીની એક મોટી હોટલમાં અંજામ આપવામાં આવ્યો. જ્યાં એક ઈવેન્ટ એન્કર પર બે લોકોએ સામુહિક બળાત્કાર કર્યો.

  • સામુહિક બળાત્કારની ઘટનાથી પટના ફરી થયું બદનામ
  • મોટી હોટલમાં એક ઈવેન્ટ એન્કર પર 2 લોકોનો સામુહિક બળાત્કાર
  • પીડિત પરિણીતાએ હાવડા પહોંચી પતિને કરી વાત

આરોપી મુઝફ્ફરપુરના

આ મામલો 2 જુલાઈએ મોડી રાત્રે બન્યો હતો. એક મોટી હોટલના રૂમ નંબર-512માં સામૂહિક બળાત્કારના શરમજનક કૃત્યને અંજામ આપવામાં આવ્યો. પીડિતાએ હાવડા પાછા આવીને FIR નોંધાવી ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો. બળાત્કારનો આરોપ મુઝફ્ફરપુરમાં રહેતા હર્ષ રંજન અને તેના મિત્ર વિક્રાંત કેજરીવાલ પર છે. આ બંને પર આરોપ છે કે તેમણે દુષ્કર્મના બીજા દિવસે 3 જુલાઈએ પટના જંક્શનથી હોટલ છોડતી વખતે પીડિતાને ફ્રેજર રોડની આજુબાજુ કારમાં બળજબરીપૂર્વક ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવી હતી.

પીડિત પરિણીતાએ કલકત્તામાં નોંધાવ્યો કેસ

સામૂહિક બળાત્કારનો ભોગ બનનાર પરિણીત એન્કર 3 જુલાઈએ પટના જંક્શનથી હાવડા પહોંચી હતી. ત્યારબાદ તેણે પોતાના પતિને બધી વાત કરી હતી. પછી તેણે પતિની સાથે 4 જુલાઈના રોજ જાધવપુર પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓની સામે સામુહિક બળાત્કારનો કેસ નોંધાવ્યો. આ મામલો મોટો હતો તેથી બંગાળ પોલીસે તાત્કાલિક કેસમાં ઝીરો એફઆઈઆર નોંધી અને એફઆઈઆરને પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનને મોકલી. ત્યારબાદ ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં FIR કેસ નંબર- 338-21 નોંધવામાં આવ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ફોન પર નોંધવામાં આવ્યું પીડિતાનું નિવેદન

સામુહિક દુષ્કર્મની રિપોર્ટ નોંધાતા જ ગાંધી મેદાન પોલીસ સ્ટેશનના એએસઆઈએ પીડિતા એન્કર સાથે ફોન પર વાતચીત કરી હતી અને પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું. જ્યારે 17 જુલાઈએ નિવેદન નોંધાયા બાદ પીડિતા 29 જુલાઈએ કલકત્તાથી પટના પહોંચી હતી. પીડિતાનું નિવેદન કોર્ટમાં પણ નોંધવામાં આવ્યું. ગાંધી મેદાન પોલીસ સ્ટેશનના એસએચઓ મુજબ, બંને આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ મુઝફ્ફરપુર પણ ગઇ હતી. પરંતુ આરોપીઓ ફરાર થઇ ગયા છે. ઘટના બન્યા બાદ બંને આરોપીઓએ પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ