ગાંધીનગર: કમલમ્ ખાતે ભાજપ આગેવાનોનું 'મહામંથન', વિવિધ મુદ્દે થઇ ચર્ચા

By : kavan 08:19 AM, 07 December 2018 | Updated : 02:35 PM, 07 December 2018
ગાંધીનગર: ગાંધીનગરમાં સ્થિત કમલ ખાતે ભાજપના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ચૂંટણીલક્ષી ચર્ચા સહિત આગામી દિવસમાં યોજાનાર મહિલા સંમેલનને લઈ બેઠકમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી.

મહત્વનું છે કે મહિલા અધિવેશનમાં અંદાજે 5 હજારથી વધુ મહિલાઓ ભાગ લેશે. તો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી પણ ખાસ હાજરી આપશે. આજની આ બેઠકમાં જસદણ ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી.

આ મામલે મળતી જાણકારી મુજબ, ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આગેવાની હેઠળ એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં ગુજરાત ભાજપના વિવિધ આગેવાનો સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ ખાસ હાજર રહેશે.

કમલમ ખાતે યોજાનાર આ બેઠકમાં વડોદરા ખાતે યોજાનાર મહિલા અધિવેશન અંગેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ વડાપ્રધાન મોદી આગામી સમયમાં ગુજરાત આવવાના હોઇ તેમની મુલાકાત વિષયક પણ ચર્ચા કરવામાં આવનાર છે. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story