બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Fugitive caught smuggling gold ahmedabad airport Bhargav Tanti arrested
ADVERTISEMENT
સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બેગેજ હેન્ડલરની ફરજ બજાવતા યુવક આઠ કરોડ રૂપિયાની કિંમતનું 24.5 કિલો સોનું દાણચોરીથી બહાર લઈ જતા તારીખ 4 જૂન 2019ના રોજ ઝડપાયો હતો. એરપોર્ટ પરથી સિફતપૂર્વક છેલ્લા કેટલાય વર્ષોથી સોનાની બેરકટોક દાણચોરી કરતો હતો તે હિમશિલાની ટોચ સમાન ગણવાય છે. મહત્વું છે કે, છેલ્લા કેટલાક વર્ષો પહેલા 1300 કરોડનું અંદાજે 4000 કિલો સોનું અત્યંત સિફતપૂર્વક શહેરમાં ઘુસાડવાના કેસમાં 5 આરોપીઓને કસ્ટમ વિભાગે નોટિસો પાઠવી હતી. જોકે ત્યારબાદ ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા હતા. તેવામાં આજે એક આરોપી ભાર્ગવ તંતીની ધરપકડ કરવામાં આવી છે.
ભાર્ગવ તંતી દુબઈથી અમદાવાદ 46 ટ્રીપમાં 761 કિલો સોનુ લાવ્યો હતો
ADVERTISEMENT
અમદાવાદના નિકોલ પુષ્પકુંજ સોસાયટી પાસેની પ્લેઝમેન્ટ રેસિડેન્સીમાં રહેતા ભાર્ગવ તંતી તારીખ 23 નવેમ્બર 2013થી તારીખ 20 સપ્ટેમ્બર 2018 દરમિયાન 46 ટ્રીપ દુબઈથી અમદાવાદની કરીને 761 કિલો સોનાની દાણચોરી કરી હતી. શહેરના સેટેલાઈટ કલારથ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મજ્ઞા અરવિંદ કુમાર ત્રિવેદી તારીખ 21 ડિસેમ્બર 2013થી તારીખ 26 ડિસેમ્બર 2013 સુધી 72 ટ્રીપ દુબઈથી અમદાવાદની કરીને 982 કિલો ગોલ્ડની દાણચોરી કરી હતી.
સોનાની દાણચોરી કરવાના કેસમાં 5 આરોપીઓને ભાગેડૂ જાહેર કરાયા હતા
ADVERTISEMENT
કસ્ટમ વિભાગ દ્વારા જે આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે તેમાં નિકોલ પુષ્પકુંજ સોસાયટી પાસેની પ્લેઝમેન્ટ રેસીડેન્સીમાં રહેતા ભાર્ગવ તંતી પણ છે. સેટેલાઈટ વિસ્તારમાં આવેલા કલારથ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મજ્ઞા અરવિંદ કુમાર ત્રિવેદી, હીના રૂતજ્ઞા ત્રિવેદી, શાહપુર બોરડીવાલી પોળ દરવાજાના ખાંચામાં રહેતા મુકેશકુમાર ત્રિવેદી અને મેમ્કો વકીલની ચાલીમાં રહેતા બિરેન્દ્રસિંગ યાદવનો સમાવેશ થાય છે.
કસ્ટમની બાજ નજરને ચૂકવી દાણચોરી કંઇ રીતે શકય બને?
ત્યારે સવાલ થાય છે કે, દાણચોરી માટે કોઇ મોટો વહીવટ થતો હોય છે? કસ્ટમની બાજ નજરને ચૂકવી દાણચોરી કંઇ રીતે શકય બને? શું ભાર્ગવ તંતીની કોઇ અધિકારીઓ સાથે સાંઠગાંઠ હતી? શું કમિશન આપીને થતી હશે દાણચોરી? 5 વર્ષ સુધીની 46 ટ્રીપમાં ભાર્ગવ એક વાર પણ ન પકડાયો? ભાર્ગવ તંતીની મોડસ ઓપરેન્ડી શું રહી? કસ્ટમ વિભાગની જડબેસલાક વ્યવસ્થાને ભેદવી શક્ય છે? 2013થી 2018 સુધીના કોઇ અધિકારીઓની પૂછપરછ થશે? સામાન્ય માણસ સાથેના 3 મોબાઇલ કસ્ટમને નજરે આવે છે,સોનું કેમ નહીં? ભાર્ગવ પાસેથી દાણચોરી કરવનારા મોટા માફિયા કોણ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.