બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / વડોદરા / FSL's opinion that Prerna committed suicide, SIT team starts questioning OASIS trustees

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ / પ્રેરણાએ આપઘાત કર્યો હોવાનો FSLનો અભિપ્રાય, SITની ટીમે OASIS સંસ્થાના ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી

Ronak

Last Updated: 11:02 AM, 28 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પ્રેરણાએ આપઘાત કર્યો હોવાનો FSL દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે. સાથેજ આ કેસમાં હવે SITની ટીમ દ્વારા OASIS સંસ્થાના ટ્રસ્ટીઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

  • વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર 
  • યુવતીએ આપઘાત કર્યો હોવાનો FSLનો અભિપ્રાય 
  • SITની ટીમે OASIS સંસ્થાના ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી 

વડોદરામાં પ્રેરણા સાથે સામુહિક દુષ્કર્મ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા આ કેસમાં યુવતીએ આપઘાત કર્યો હોવાનો એફએસએલ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે. યુવતીનો આત્મહત્યાનો વીડિયો વાયરલ થયા બાદ એવી આશંકા સેવાઈ રહી હતી કે તેની હત્યા થઈ છે. જોકે  FSLનો આ મામલે અભિપ્રાય આપ્યો છે કે યુવતીએ આપઘાત જ કર્યો હતો. 

ગળામાંથી મળ્યો વી શેપનો નિશાન 

યુવતીએ ફાંસો ખાધો હતો જેથી તેના ગળા પર વી શેપનું નિશાન પણ મળી આવ્યું છે. અગાઉ પીએમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટી થઈ ગઈ હતી કે યુવતી સાથે દુષ્કર્મ બનાવ  બન્યો છે. જોકે વૈજ્ઞાનિક પુરાવા માટે એફ એસએલની મદદ લેવાઈ હતી. પરંતુ હજુ સુધી એફએસએલનો રિપોર્ટ નથી આવ્યો પણ તેમનો  અભિપ્રાય આપવામાં આવ્યો છે યુવતીએ આપઘાતજ કર્યો હતો. 

રેલ્વે પોલીસે FSLને લખ્યો પત્ર 

આ મામલે રેલ્વે પોલીસ દ્વારા ગાંધીનગર FSLને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે. જેથી કાલ સુધીમાં એફએસએલનો રિપોર્ટ આવી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ આ કેસમાં હવે SITની ટીમ દ્વારા ટ્રસ્ટીઓની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

પ્રીતિ નાયરની 4 કલાક પૂછપરછ 

OASIS સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરની કડક પૂછપરછ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ટ્રસ્ટી પ્રીતિ નાયરની 4 કલાક મેરેથોન પૂછપરછ કરાઈ હતી. જે સમગ્ર મામલે SITની ટીમ દ્વારા પ્રીતિ નાયરનું વીડિયો રેકોર્ડિંગ પણ લેવામાં આવ્યું છે. જેમા મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. 

આગામી દિવસોમાં અન્ય ટ્રસ્ટીઓની થશે પૂછપરછ 

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસમાં હવે આગામી દિવસોમાં અન્ય ટ્રસ્ટીઓની પણ પૂછપરછ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સાથેજ સંસ્થાના કેટલાક યુવક અને યુવતીઓની પણ પૂછપરછ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ