બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / four lane railway overbridge will be built in Ahmedabad at a cost of 74 crores city will benefit greatly

નિર્ણય / અમદાવાદમાં 74 કરોડના ખર્ચે બનશે ફોરલેન રેલવે ઓવરબ્રિજ, શહેરના આ વિસ્તારને થશે મોટો ફાયદો

Kishor

Last Updated: 08:01 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મનપા દ્વારા વીરમગામ રેલવેલાઇન પર હેબતપુર ગામ પાસે 74 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ છે.

  • અમદાવાદ-વીરમગામ રેલવેલાઇન પર હેબતપુર ગામે ઓવરબ્રિજ બનાવાશે
  • રેલવે ઓવરબ્રિજ માટે રૂ. ૮૯.૦૬ કરાડના ખર્ચનો અંદાજ 
  • થલતેજ તરફ 350 મીટર અને હેબતપુર 320 મીટરનો એપ્રોચ રોડ તૈયાર કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે નવા બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે, તેમાં પણ ફાટકમુક્ત અમદાવાદ અભિયાન હેઠળ શહેરના હદ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પરના ફાટક બંધ કરી ત્યાં ઓવરબ્રિજ કે અંડરપાસના નિર્માણનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમદાવાદ-બોટાદ રેલવે લાઇન ઉપરાંત મ્યુનિ. સત્તાવાળાઓએ અમદાવાદ વીરમગામ રેલવેલાઇન પર હેબતપુર ગામ પાસે ફોર લેનનો રેલવે ઓવરબ્રિજ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ બ્રિજના નિર્માણ પાછળ રૂ. 74 કરોડથી વધુ રકમ ખર્ચાશે.

15 મીટરના કેરેજ-વે સાથે તેની 16.80 મીટરની પહોળાઈ હશે
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં અમદાવાદ-વીરમગામ રેલવેલાઇનના લેવલ ક્રોસિંગ નંબર: ૧૧-બી ઉપર હેબતપુર ગામ પાસે રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે રૂ. ૮૯.૦૬ કરાડનો અંદાજ તેમજ 74.16 કરોડના ટેન્ડરને તંત્રએ બહાર પાડયા છે. આ રેલવે ઓવરબ્રિજ આશરે 679 મીટર લંબાઈનો રોડ તૈયાર બનાવાશે, જેમાં થલતેજ તરફ 350 મીટર અને હેબતપુર 320 મીટરનો એપ્રોચ રોડ તૈયાર કરાશે. જ્યારે 15 મીટરના કેરેજ-વે સાથે તેની 16.80 મીટરની પહોળાઈ હશે. આ રેલવે ઓવરબ્રિજના કારણે થલતેજ-ઝાયડસ હોસ્પિટલ રોડથી હેબતપૂર  ગામ-એસપી રિંગરોડ,  સાયન્સ સિટી તરફ જતાં વાહન ચાલકોને લાભ  થશે. 

રેલવે ઓવરબ્રિજ ૮.૪૩ મીટર ઊંચો બનશે 
રેલવે ઓવરબ્રિજ બનવાથી રેલવે ફાટક પર વાહનચાલકોને ટ્રેન પસાર થવાની રાહ જોવામાંથી મુક્તિ મળશે, પરંતુ પેટ્રોલ-ડીઝલ અને ગેસના વપરાશમાં ઘટાડો થતાં કાર્બન ઉત્સર્જનમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે. વાહનચાલકોને આર્થિક લાભ તેમજ સમયની બચત જેવા લાભ થશે. થલતેજથી હેબતપુર સુધીના ૩૦ મીટરના રોડ પરના ફાટક પર ફોર લેન રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં રેલવે વિભાગ સાથે થયેલા મ્યુનિ. તંત્રના કરાર મુજબ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી રેલવે સત્તાવાળાઓ કરશે, જ્યારે મ્યુનિ. સત્તાવાળાઓ એપ્રોચ રોડ તૈયાર કરશે. આ રેલવે ઓવરબ્રિજ ૮.૪૩ મીટર ઊંચો બનશે અને ૫૪ મીટર તેમજ ૧૧.૩૦ મીટર પહોળાઈના બે સ્પાન રેલવે પોર્શનમાં બનાવાશે.

દોઢ વર્ષમાં રૂ. ૧૫૦ કરોડથી વધુ રકમનાં કામો કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે હેબતપુર રેલવે ઓવરબ્રિજનું ગત તા. ૧૩ સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ખાતમુહૂર્ત કરાયું હતું. તે વખતે અમદાવાદના રૂ.૫૩૧ કરોડનાં વિવિધ કામોનાં લોકાર્પણ અને ભૂમિપૂજન મુખ્યપ્રધાન પટેલના હસ્તે કરાયાં હતાં. છેલ્લા દોઢ વર્ષમાં અમદાવાદ વીરમગામ રેલવેલાઇન પર  ઓવરબ્રિજ બનાવવા મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા રૂ. ૧૫૦ કરોડથી વધુ રકમનાં કામ કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ