હોનારત / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ તપાસનો ધમધમાટ, FSLની ચાર ટીમ જોડાઈ

અમદાવાદની શ્રૈય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે હવે FSL અને પોલીસની ટીમે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખળ કરીનેતપાસ કરી છે. તો FSLની 4 ટીમ તપાસમાં જોતરાઈ છે.. હોસ્પિટલના ટ્રસ્ટીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ભરત મહંતની સાથે તેમના બનેવી પણ હોસ્પિટલના ટ્રસ્ટી છે.. ડોક્ટર કિર્તીપાલ વિસાણા અને ડોક્ટર ભાર્ગવ મહારાજા પણ ટ્રસ્ટી છે. જોકે કિર્તીપાલને કોરોના થયો છે. અને ભાર્ગવ મહારાજા કેન્સરના દર્દી હોવાથી હાલ માત્ર ભરત મહંતની જ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત ડોક્ટર તરંગ પટેલ પણ શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી છે.. હાલ તો પોલીસે આગ કેવી રીતે અને કયા કારણોસર લાગી તે મામલે પૂછપરછ હાથ ધરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x