Team VTV09:38 AM, 19 Mar 23
| Updated: 09:55 AM, 19 Mar 23
અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોસ્ટ કરીને કહ્યું કે આવતાં અઠવાડિયનાં મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં પોતાના સમર્થકોને વિરોધ કરવાનું આહ્વાન પણ તેમણે કર્યું.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની ધરપકડ અંગે કરી પોસ્ટ
કહ્યું આવતા અઠવાડિયે થશે ધરપકડ
પોર્નસ્ટારને છૂપાઈને પૈસા આપવાનો લાગ્યો છે આરોપ
મેનહટ્ટન જિલ્લા અટોર્નીનાં કાર્યાલયથી એક 'લીક' ટાંકીને ટ્રમ્પે શનિવારે પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે અગ્રણી રિપબ્લિકન ઉમેદવાર અને સંયુક્ત રાજ્ય અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિની આવતાં અઠવાડિયાનાં મંગળવારે ધરપકડ કરવામાં આવશે.' તેમણે પોતાના સમર્થકોને વિરોધ કરવા માટેનું આહ્વાન પણ કર્યું છે. તેમણે કહ્યું કે જો આવું થાય છે તો તમે લોકો વિરોધ કરો અને આપણાં દેશને પાછો લાવો. 2016ની ચૂંટણી પહેલા એક પોર્નસ્ટારને કથિત ધોરણે છૂપાવી તેને પૈસા આપવાનાં મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
ટ્રમ્પ પર પોર્નસ્ટાર્સને પૈસા આપવા અંગે લાગ્યો આરોપ
ટ્રમ્પ પર આરોપ છે કે ન્યૂયોર્કની કેટલીક મહિલાઓની સાથે તેમણે યૌન સંબંધ બનાવ્યો હતો અને મામલો સાર્વજનિક ન કરવા માટે તેને પૈસા આપીને મામલો રફેદવે કર્યો હતો.આરોપ છે કે ટ્રમ્પની કંપનીએ મહિલાઓના અવાજને શમવા માટે મોટી રકમ કોહેનને આપી હતી. કોહેને કહ્યું કે ટ્રમ્પનાં નિર્દેશ પર તેમણે પોર્ન એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સ અને પ્લેબોય મોડલ કરેન મેકડોગલને કુલ 280000 ડોલરની ચૂકવણીની વ્યવસ્થા કરી હતી. જો કે ટ્રમ્પના વકીલે નિવેદન આપ્યું કે જો મેનહટ્ટન ગ્રેન્ડ જ્યૂરી તેમને દોષી જાહેર કરે છે તો તેમનો ક્લાયંટ ફોજદારી આરોપોનો સામનો કરવા માટે આત્મસમર્પણ કરશે!
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
રિપોર્ટ અનુસાર ટ્રમ્પે શનિવારે પોતાના સોશિયલ નેટવર્ક ટ્રુથ પર એક પોસ્ટમાં કહ્યું કે મેનહટ્ટન જિલ્લા અટોર્નીનાં કાર્યાલયથી ગેરકાયદેસર રીતે લીક થયેલી માહિતીથી સંકેત મળે છે કે અગ્રણી રિપબ્લિકન ઉમેદવાર અને અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિને આવતા અઠવાડિયે મંગળવારે ધરપકડ કરવામાં આવશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ અંગે કોઈ વિવરણ આપ્યું નથી કે તેમને સંભવિત ધરપકડનાં વિશે ક્યાંથી માહિતી મળી. પોતાની પોસ્ટમાં તેમણે 2020નાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં જો બાઈડનથી મળેલી હારને જનાદેશની ચોરી જણાવ્યું હતું અને પોતાના સમર્થકોથી વિરોધ પ્રદર્શન કરવા માટે કહ્યું હતું.
ક્યારેક પણ આવી શકે છે નિર્ણય
ન્યૂયોર્કમાં કાયદા પ્રવર્તન અધિકારીએ આ શક્યતાને આધારે સુરક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે.મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ પર આરોપ લગાવવા માટે સંભાવિત વોટ સહિત જ્યૂરીના નિર્ણય માટે કોઈપણ સમયસીમાની સાર્વજનિક ઘોષણા કરવામાં આવી નથી.