ટીમ ઇન્ડિયાનો ધૂઆંધાર બૅટ્સમેન લોકસભા ચૂંટણી લડશે, આ સીટ પર મળી શકે ટિકિટ

By : juhiparikh 07:05 PM, 07 February 2019 | Updated : 07:05 PM, 07 February 2019
ભારતીય ક્રિક્રેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને વિસ્ફોટક બેટ્સમે વિરેન્દ્ર સેહવાગ હવે રાજનીતિની પિચમાં નવી ઇનિંગ જલ્દીથી શરૂ કરી શકે છે. 2019 લોકસભા ચૂંટણીમાં તે હરિયાણાથી ભાજપનો ઉમેદવાર બની શકે છે. ભાજપ જ્યાં રોહતકની સીટ પર તેની ઉમેદવારીની સંભાવના દેખાઇ રહી છે.

હરિયાણામાં રવિવારે પાર્ટીના કોર ગ્રુપની બેઠક મળી હતી જેમાં હાજર રહેલા નેતાના જણાવ્યા પ્રમાણે, રોહતકની સીટ પર દિગ્ગજ નેતા દિપેન્દ્ર સિંહ હુડ્ડાને માત આપવા માટે સેહવાગના નામ પર ચર્ચા થઇ છે. જોકે પાર્ટીના અધ્યક્ષ સુભાષ બરાલા એ સહેવાગની ઉમેદવાની ચર્ચાથી સ્પષ્ટ રીતે ઇન્કાર કરતા કહ્યુ કે, ''હજુ સુધી તો વિરેન્દ્ર સેહવાગ ભાજપમાં શામેલ નથી થયા.''

આમ છતાં, ભાજપના સૂત્રોને જણાવ્યુ કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આ ઑફર અંગે સહેવાગ સાથે વાત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. પાર્ટીના અનેક નેતાઓને નામ ન આપવાની શરતે કહ્યુ કે, પાર્ટીએ સેહવાગનું નામ નક્કી કરી લીધુ છે હવે જોવાનુ છે કે, ''સેહવાગ આ અંગે સહમિતિ દર્શાવે છે કે નહી. જેમને આ કામગીરી સોંપવામાં આવી છે, તે નેતા NCR  અને દિલ્હીના રાજકારણમાં સક્રિય છે.''

જ્યારે સુફી સિંગર હંસ રાજ હંસે તાજેતરમાં જ કોંગ્રેસ છોડ્યુ અને તેઓ ભાજપમાં જોડાયા છે, તેમનું નામ સિરસા બેઠક માટે સૂચવવામાં આવ્યુ છે. છેલ્લી ઘડીએ ભાજપે આ બેઠક માટે સુનિતા દુગ્ગલ જેઓ અધિકારીમાંથી રાજકારણી બન્યા છે તેમનુ નામ નક્કી કરવામાં આવ્યુ. સિરાસા એ બેઠક છે જ્યાં 2014માં ભાજપની હાર થઇ હતી. સૂત્રોનુસાર, હંસનો સિરસાના ગામડામાં શક્તિશાળી પ્રભાવ અને તેમણે ત્યાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી છે.

પ્રદેશના અધ્યક્ષે જણાવ્યુ કે, ''હજુ સુધી તમે 2019 ચૂંટણીની પ્રક્રિયા શરૂ નથી કરી. હંસરાજ હંસ જરૂર એક રાજનેતા છે પરંતુ સેહવાગે તો હજુ સુધી પાર્ટીમાં શામેલ નથી થયા, માત્ર સોશ્યલ મીડિયા પર ચર્ચા થઇ છે.''

2014ની ચૂંટણીમાં ભાજપે હરિયાણાની 10માંથી 7 બેઠકો જીતી હતી. જેમાં હિસાર અને સિરસા બેઠક INLDના ફાળે ગઇ હતી જ્યારે રોહતકની બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. ભાજપ આ વખતે આ 3 બેઠકો એવા ઉમેદવારને શોધી રહી છે કે જેથી આ બેઠકો કબ્જો કરી શકે. Recent Story

Popular Story