વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નિમિત્તે થયેલા પથ્થરમારા મામલે પોલીસ કમિશ્નર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ત્યારે SIT માં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SIT ની ટીમમાં ACP ક્રાઇમ,ACP G ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો. કોર્ટે 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કર્યા
વડોદરામાં ગત રોજ શોભાયાત્રા દરમ્યાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલા લોકોની શોધખોળ કરી તેઓની ધરપકડ કરી હતી. ત્યારે ઝડપાયેલ 23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટે 23 આરોપીઓ પૈકી 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા. ત્યારે 5 આરોપીઓનાં 2 એપ્રિલ સુધીનાં 12 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 18 આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે 18 આરોપીઓના રિમાન્ડની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.
પોલીસે 20 શંકાસ્પદ તોફાનીઓને પકડી પાડયા
વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસે એક્શન મોડમાં આવી તોફાની તત્વોને શોધી કાઢ્યા હતા. વાત જાણે એમ છે કે, ગઈકાલે રામનવમીએ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસેને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે બાદમાં ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું છે. જેમાં પોલીસે 20 શંકાસ્પદ તોફાનીઓને પકડી પાડયા છે.
અડધીરાત્રે ભારે કાફલા સાથે ઉતરી પોલીસ
વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી 20 શંકાસ્પદ તોફાનીઓને પોલીસે પકડી પાડવામાં આવ્યા છે.