બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / For the first time in Vadodara, a case was registered against 9 cattle owners from CCTV, 47 cattle were also seized
Last Updated: 10:26 AM, 23 January 2023
ADVERTISEMENT
રાજ્યમાં વધતાં જતાં રખડતાં પશુના ત્રાસ વચ્ચે વડોદરામાં મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં પ્રથમવાર CCTVથી 9 પશુમાલિકો સામે ગુનો દાખલ થયો છે. રખડતા પશુ મામલે વડોદરા કોર્પોરેશનની કડક કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે. મહત્વનું છે કે, પશુ પર લાગેલા RFID ટેગ સ્કેન કરી પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 47 પશુઓ જપ્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રસ્તા ઉપર રખડતા આખલાઓની લડાઈમાં અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ અગાઉ રખડતા ઢોરે અડફેટે લીધા હતા. આવા બનાવોને અટકાવવા માટે સરકાર સફાળી જાગી છે. ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં જ સુરત મહાનગર પાલિકા દ્વારા કેમેરાથી રખડતા પશુઓ પર નજર રાખવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. જે બાદમાં હવે વડોદરામાં મોટી કાર્યવાહી સામે આવી છે.
વડોદરામાં મોટી કાર્યવાહી
વડોદરામાં પ્રથમવાર પશુમાલિકો સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં પશુ પર લાગેલા RFID ટેગ સ્કેન કરી પશુમાલિકો સામે કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે, તમામ વિસ્તારોમાં CCTVથી પોલીસની ચાંપતી નજર છે. જેને લઈ પોલીસે 9 પશુમાલિકો સામે ગુનો નોંધ્યો છે. વિગતો મુજબ વાડી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં 2-2 કેસ, બાપોદ, ગોત્રી અને નવાપુરામાં 1-1 કેસ નોંધાયો છે. આ સાથે કોર્પોરેશનની ઢોર શાખાની ટીમે વધુ 47 પશુ પણ પકડ્યા છે.
સરકાર કાયદો તો લાવી પણ.....
ગુજરાત સરકારે બહુમતીના જોરે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાવીને જબરી હિંમત દાખવી હતી પણ એ હિંમત લાંબી ચાલી શકી નથી. માલધારી સમાજના પ્રચંડ વિરોધના પગલે હવે સરકારને પીછેહઠ કરવાની કરજ પડી હતી. ઠેર-ઠેર વિરોધ ફાટી નીકળતા આ કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જે બાદ ફરી રાજ્યના કેટલાક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ શરૂ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.