બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / For a captain, respect comes from deeds, not words: Dhoni makes a big point on loyalty

ક્રિકેટ / કેપ્ટન માટે સન્માન વાતોથી નહીં, કામથી આવે: ધોનીએ IPL પહેલા વફાદારી પર કહી મોટી વાત

Megha

Last Updated: 01:22 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે 'જ્યારે તમે ડ્રેસિંગ રૂમ વિશે વાત કરો છો તો જ્યાં સુધી તમને સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓનું સન્માન ન હોય ત્યાં સુધી તેમની વફાદારી મેળવવી મુશ્કેલ છે.'

  • મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. 
  • ધોનીએ તેના નેતૃત્વ કૌશલ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. 
  • તમે કંઈ ન બોલો તો પણ તમારા વર્તનથી તમને તે સન્માન મળી શકે છે.

મહેન્દ્ર સિંહ ધોની જેની ગણતરી વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. એમને ફિનિશિંગ માસ્ટર કહેવામાં આવે છે અને આ વખતે તેઓ IPLમાં કેપ્ટન તરીકે ફરી જોવા મળશે. આ પહેલા ધોનીએ તેના નેતૃત્વ કૌશલ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. 

નોંધનીય છે કે ધોનીની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ધોનીની કપ્તાની હેઠળ, ભારતે બે વર્લ્ડ કપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી છે. આ સિવાય ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 ટીમ બની હતી. ક્રિકેટ જગતમાં લોકો ધોનીને કેપ્ટન કૂલ તરીકે ઓળખે છે. 

એક વાતચીત દરમિયાન ધોનીએ કહ્યું હતું કે "જ્યારે તમે ડ્રેસિંગ રૂમ વિશે વાત કરો છો તો જ્યાં સુધી તમને સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓનું સન્માન ન હોય ત્યાં સુધી તેમની વફાદારી મેળવવી મુશ્કેલ છે. તે ખરેખર તમે શું કરી રહ્યાં છો તેના વિશે છે, તમે શું કહી રહ્યાં છો તે વિશે નહીં. જો તમે કંઈ ન બોલો તો પણ તમારા વર્તનથી તમને તે સન્માન મળી શકે છે.''

તેણે કહ્યું, કે" આ આદર તમારા કામથી આવે છે, તમારા શબ્દોથી નહીં. મને હંમેશા લાગતું હતું કે એક લીડર તરીકે સન્માન મેળવવું મહત્વપૂર્ણ છે કારણ કે તે ખુરશી અથવા પદ સાથે આવતું નથી. તે તમારા વર્તન સાથે આવે છે. લોકો ઘણી વખત અસુરક્ષિત અનુભવે છે. કેટલીકવાર ટીમ તમારામાં વિશ્વાસ કરે છે, પરંતુ તમે પહેલા જ એ વ્યક્તિ બની જાઓ છો જેમને તમારામાં વિશ્વાસ નથી.'

વધુ વાંચો: ગુજરાત ટાઈટન્સમાં હાર્દિક પંડ્યાની કમી પૂરી કરી દેશે આ યુવા ઓલરાઉન્ડર! 19 ચોગ્ગા-છગ્ગા સાથે 149 રન ફટકાર્યા

માહીએ આગળ કહ્યું કે, 'એક લીડર તરીકે, જો કોઈ ટીમમાંથી શ્રેષ્ઠ પરિણામો મેળવવા માંગે છે તો વ્યક્તિએ વસ્તુઓ સરળ રાખવી જોઈએ. તમે આ પ્રક્રિયામાં વસ્તુઓ જેટલી સરળ રાખશો, તે તમારા માટે તેટલી સરળ રહેશે."


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ