બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / Food kept on toilet floor served to players at a Kabaddi tournament, video goes viral

અશોભનીય / VIDEO : અરુચિ થઈ જાય તેવી ઘટના, યુપીમાં કબડ્ડીના ખેલાડીઓને ટોઈલેટમાં પીરસાયું લંચ

Hiralal

Last Updated: 09:04 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સહારનપુરના સ્ટેડિયમના ટોઈલેટમાં કબડ્ડીના ખેલાડીઓને લંચ પીરસાયું હોવાની ઘટના બનતા મોટો હોબાળો મચ્યો હતો.

  • યુપીના સહારનપુરના ભીમરાવ આંબેડકર સ્ટેડિયમની ઘટના
  • અંડર-17 સ્ટેટ લેવલના કબડ્ડી ખેલાડીઓને ટોઈલેટમાં પીરસાયું ભોજન 
  • સ્ટેડિયમની અંદર ટોઈલેટમાં રાંધીને રખાયા ભાત અને પૂરી 

યુપીના સહારનપુરના ડો.ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં કબડ્ડીના ખેલાડીઓને ટોઈલેટમાં લંચ કરાવાયું હતું. આ ઘટનાનો એક વીડિયો સામે આવતા હોબાળો મચ્યો હતો. આંબેડકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ દિવસીય અંડર-17 સ્ટેટ લેવલની કબડ્ડી ટુર્નામેન્ટમાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આવેલા ખેલાડીઓ માટે  સ્વિમિંગ પૂલ પાસેના ટોઈલેટમાં ખાવાનું બનાવાયું હતું અને ખેલાડીઓને ત્યાં જ ખાવાનું પીરસવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ખેલાડીઓને જે પણ ભોજન આપવામાં આવ્યું હતું તે સારી જાતનું નહોતું. દાળ, શાક, ભાત કાચા હતા અને ખાવાનું સ્વિમિંગ પૂલ પાસે બનાવવામાં આવતું હતું. ચોખા અને પુરી તૈયાર કરીને શૌચાલયમાં રાખવામાં આવ્યા હતા. દુર્ગંધના કારણે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ હતું.

રમતગમત અધિકારી સસ્પેન્ડ, તપાસના આદેશ 
આ ઘટના સામે આવતા વિવાદ પેદા થયો હતો. સહારનપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અખિલેશ સિંહે જણાવ્યું હતું કે, "16 અને 17 સપ્ટેમ્બરના રોજ રાજ્ય કક્ષાની કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલાડીઓને ટોઈલેટમાં ભોજન પીરસાયું હોવાની ફરિયાદો મળી હતી. આ ઘટનામાં જિલ્લા રમત ગમત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેં આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને સંબંધિત વ્યક્તિ ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરશે. અમે તેની વિગતવાર તપાસ કરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું. 

ઘટનાનો વીડિયો થયો વાયરલ 
ખાવાનું બનાવીને ટોઈલેટમાં રખાયું હોવાનો અને ખેલાડીઓ ત્યાંથી ખાવાનું લઈ રહેલા દેખાતા હતા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. સ્ટેડિયમમાં જમવાનું સ્વિમિંગ પૂલ પરિસરમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાં ચેન્જિંગ રૂમ અને ટોઇલેટમાં કાચું રેશન રાખવામાં આવ્યું હતું. સાથે જ બહાર ઇંટનો ચૂલો બનાવીને ખાવાનું તૈયાર કરવામાં આવ્યું હતું. ખાવાનું તૈયાર કર્યા બાદ તેને ટોયલેટમાં રાખવામાં આવ્યું હતું. કાગળ પર શૌચાલયના ફ્લોર પર ચોખાની મોટી પ્લેટો અને પુરીઓ રાખવામાં આવી હતી. ખેલાડીઓને કાચા ચોખા પીરસવામાં આવ્યા હતા, જે ખાવાની ઘણા ખેલાડીઓએ ના પાડી હતી. ત્યારબાદ ચોખાને ટેબલ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ટેબલ પર માત્ર બટાકાના શાક, દાળ અને રાયતા જ રહી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ