film director esmayeel shroff death, bollywood film director death news
બોલિવુડ /
જાણીતા ડિરેક્ટર ઇસ્માઇલ શ્રોફનું મુંબઇમાં નિધન, 'બુલંદી' સહિત અનેક સુપરહીટ ફિલ્મોનું કરી ચૂક્યાં છે નિર્દેશન
Team VTV08:53 AM, 27 Oct 22
| Updated: 09:13 AM, 27 Oct 22
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર ઇસ્માઇલ શ્રોફનું નિધન થયું છે. 65 વર્ષની ઉંમરમાં મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધાં.
બોલિવૂડમાં વધુ એક દુ:ખદ ઘટના
પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર ઇસ્માઇલ શ્રોફનું નિધન
65 વર્ષની ઉંમરે મુંબઇમાં લીધાં છેલ્લા શ્વાસ
પોતાના ફિલ્મ કરિયરમાં મોટી મોટી ફિલ્મ બનાવનાર દિગ્ગજ ડાયરેક્ટર ઇસ્માઇલ શ્રોફનું નિધન આજરોજ મુંબઇ ખાતે થયું છે. ઇસ્માઇલ શ્રોફે બુલંદી, થોડી સી બેવફાઇ, સૂર્યા જેવી અનેક ફિલ્મો ડાયરેક્ટ કરી છે. 65 વર્ષની ઉંમરે દિગ્ગજ ડાયરેક્ટરનું નિધન થતાં બોલિવૂડ જગતને મોટું નુક્સાન ગયું છે.
લાંબા સમયથી હતાં બિમાર
જાણકારી અનુસાર ઇસ્માઇલ શ્રોફ ઘણાં લાંબા સમયથી બિમાર હતાં. ઇસ્માઇલ શ્રોફના નિધનને લઇને ઘણી મોટી હસ્તીઓએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. પદ્મિની કોહલાપુરેએ ઇસ્માઇલ શ્રોફની સાથે થોડી સી બેવફાઇ અને આહિસ્તા જેવી ફિલ્મો પર કામ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરતી પોસ્ટ પણ કરેલ છે. જેમાં તેમણે લખ્યું છે કે થોડા શબ્દોનો વ્યક્તિ...ફિલ્મ નિર્માતા, શબ્દોથી વધુ એક્શનવાળો વ્યક્તિ ! રેસ્ટ ઇન પીસ ઇસ્માઇલજી. તેમના પરિવારને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
થોડી સી બેવફાઇમાં કર્યો હતો ડેબ્યૂ
ફિલ્મ થોડી સી બેવફાઇમાં ઇસ્માઇલ શ્રોફએ પોતાનો ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મ સુપરહીટ થઇ હતી. જેના પછીથી આ ડાયરેક્ટરએ કદી પાછળ ફરીને જોયું નથી. પોતાની પહેલી ફિલ્મથી જ તેમણે સાબિત કરી દીધું કે તેમનું કામ બોલે છે. ઇસ્માઇલને ફિલ્મજગતથી પ્રેમ હતો. શરૂઆતથી જ તેઓ આ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવા ઇચ્છતા હતાં. તેમની થોડી સી બેવફાઇ ફિલ્મમાં રાજેશ ખન્ના, શબાના આઝમી અને પદ્મિની કોહલાપુરેએ રોલપ્લે કર્યો હતો.