દીકરીના નામે આજે ભરો આ ફોર્મ, 21 વર્ષની થવા પર મળશે 78 લાખ રૂપિયા

By : krupamehta 04:49 PM, 29 January 2019 | Updated : 04:49 PM, 29 January 2019
તમને જણાવી દઇએ કે તમારી દીકરી લગ્ન પહેલા કરોડપતિ બની શકે છે. એટલે કે જ્યાં સુધી તમારી દીકરીના લગ્ન થશે. ત્યાં સુધી તમે ગાડી અને બંગ્લાની વ્યવસ્થા કરી શકો છો. 

જણાવી દઇએ કે એના માટે તમે તમારી દીકરીના નામથી સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખોલાવવું પડશે. તમે સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખોલાવી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવા પર તમને ટેક્સમાં પણ છૂટ મળી શકે છે. 

તમને જણાવી દઇએ કે તમે તમારી દીકરીના નામથી સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં 14 વર્ષ સુધઈ રોકાણ કરી શકો છો. દીકરીની ઉંમર 21 વર્ષ થવા પર આ અકાઉન્ટ મેચ્યોર થાય છે. જો કે આ અકાઉન્ટમાં જમા રકમ પર દીકરીના લગ્ન માટેનું વ્યાજ મળતું રહે છે. 

ઉદાહરણ તરીકે જો તમે તમારી 1 વર્ષની દીકરીના નામથી સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખોલાવો છો. અને 14 વર્ષ સુધી દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરો છો તો હાલના વ્યાજ દરના હિસાબથી તમારી દીકરી જ્યારે 21 વર્ષની થાય છે તો એના અકાઉન્ટમાં કુલ 77.99,280 રૂપિયા થઇ જશે. 

જો તમારી દીકરીના લગ્ન 25 વર્ષ સુધી થતી નથી. તો આ રકમ પર વ્યાજ મળતું રહેશે. તેમજ 25 વર્ષની ઉંમરમાં એના અકાઉન્ટમાં 1 કરોડથી વધારે થઇ જશે. 

તમે 14 વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં કુલ 21 લાખ રૂપિયા રોકાણ કરશો અને તમારી દીકરીને 1 કરોડ રૂપિયાથી વધારેની અમાઉન્ટ મળશે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર જણાવી દઇએ કે હાલના સમયમાં સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં વર્ષનું 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને આ સ્કીમ પર મળતા વ્યાજની સમીક્ષા કરતી રહે છે. 

કોઇ પણ વ્યક્તિ સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં એક વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. 1 વર્ષથી 10 વર્ષની ઉંમરની દીકરીના નામ પર જ સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખોલી શકાય છે. 
 Recent Story

Popular Story