Fill the air in a fist, Ambalal's forecast for cloud cover
ધ્યાન રાખજો /
હવાને મુઠ્ઠીમાં ભરી, વાદળના વરતારે અંબાલાલની આગાહી, આ તારીખે માવઠું જ નહિ કરા પણ પડશે, પાક બચાવજો
Team VTV07:34 PM, 28 Jan 22
| Updated: 07:35 PM, 28 Jan 22
રાજ્યના હવામાન વિભાગે ઠંડી ઘટવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં 2-3 દિવસ બાદ ઠંડીમા ઘટાડાની આગાહી. અંબાલાલ પટેલ ભાખે છે કે, 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા. કરા પડશે.
હવામાન વિભાગ કહે છે,બે-ત્રણ દિ'માં ઠંડી ઘટશે
અંબાલાલ પટેલ કહે છે ફેબ્રુઆરી 1 થી 3 માં માવઠું
કેટલાક વિસ્તારમાં કરા પણ પડશે, પાક બચાવી લેજો
રાજ્યમાં ફરી એકવાર વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી વાદળના વરતારે કરતા અંબાલાલ પટેલે રોકડું પરખાવ્યું છે કે, 30 અને 1 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળો તો છવાશે જ, સાથોસાથ 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ કમોસમી માવઠું માત્ર વરસાદ જ નહિ આપે, પણ કરા પણ વરસાવી શકે છે. આવું થવાનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આટલેથી આ વાતાવરણ નહિ અટકે, તારીખ 10 થી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે.
ખેડૂતો ચેતી જજો ,પાકને બચાવજો
ફેબ્રુઆરીમાં ચાર-પાંચ દિવસને બાદ કરતા ફરીથી બીજા સપ્તાહમાં વાતાવરણ બદલાવાના વર્તારા સાથે ખેડૂતોએ પણ 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા સપ્તાહના મધ્યમાં પોતાના ખેતરમાં રહેલા પાકની વિશેષ કાળજી લેવી પડશે. કમોસમી વરસાદના પગલે તમારો પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હોય તો, તે અંગે પણ વ્યવસ્થા કરી લેવી જોઈએ.
હવામાન કહે છે, બસ, બે દિવસમાં ઠંડી ઘટશે.
રાજ્યના હવામાન વિભાગે ઠંડી ઘટવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં 2-3 દિવસ બાદ ઠંડીમા ઘટાડાની આગાહી કરી છે. અને તાપમાનમાં 2થી4 ડીગ્રીનાં વધારાનાં સંકેત પણ આપ્યા છે. પવનોની દિશા બદલાતા ઠંડીથી હાલ મળશે આંશિક રાહત મળવાની શક્યતા છે.