બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Fed up with wife's torture in Ahmedabad husband commits suicide sends video to family

અરેરાટી / VIDEO: 'પૈસા હતા ત્યાં સુધી મદદ કરી જ છે, હવે નથી તો ઝઘડા કરે છે' : પત્નીના ત્રાસથી કંટાળીને અમદાવાદમાં પતિનો આપઘાત

Kishor

Last Updated: 07:23 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પત્નીના ત્રાસથી તંગ આવી ગયેલા પતિએ આપઘાત કરીને જીવનલીલા સંકેલી લીધાની ઘટના સામે આવી છે.

  • પત્નીના ત્રાસથી કંટાળીને પતિનો આપઘાત 
  • આપઘાત પહેલા સુસાઇડ નોટ અને વીડિયો પરિવારને મોકલ્યો 
  • સરખેજ પોલીસે 2 શખ્સો સામે નોંધી ફરિયાદ 

અમદાવાદમાં પત્નીના ત્રાસથી કંટાળી જઈ પતિએ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. પત્ની અને પત્નીના પરિવારજનો અવારનવાર કોઇને કોઇ બાબતે માથાકૂટ કરી હેરાનગતી કરતા હોવા સહિતના ગંભીર આરોપ લગાવી યુવકે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ અને વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવકે આપઘાત કરી મોત વ્હાલુ કરી લેતા પરિવારમાં હડકંપ મચી ગયો હતો. બીજી તરફ સરખેજ પોલીસે આ મામલે પત્ની સહિત 2 સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતક યવકે સ્યુસાઈડ નોટ અને વીડિયો પણ બનાવ્યો 
સામાન્ય રીતે પતિ તેમજ સાસરિયાઓના ત્રાસથી તંગ આવી પત્ની આપઘાત કરી લેતી હોય તેવા કિસ્સા અનેક વખત સામે આવતા હોય છે પરંતુ અમદાવાદ શહેરમાં ઉલટી ગંગા સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની તેમજ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પતિએ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકે પત્નીના પરિવારજનો પર ગંભીર આરોપ લગાવી સ્યુસાઈડ નોટ અને વીડિયો પણ બનાવ્યો હતો જે અંતિમ વીડિયો પરિવારજનોને મોકલ્યો હતો.અંતિમ વીડિયોમાં મૃતકે જણાવ્યુ હતું કે 'તમને તો ખબર જ છે મે બધાને ખુશ રાખવા દિવસ રાત એક કરીને મહેનત કરી હતી. જ્યાં સુધી રૂપિયા હતા ત્યાં સુધી બધાને આપ્યા હતા. હવે નથી તો ખોટા આરોપ નાખીને હેરાન કરે છે. માંરા મોત પાછળ તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ જ જવાબદાર છે. વધુમાં મારી મિલકતમાં મારી પત્નીનો કોઇ પણ અધિકાર નથી. તેમ કહીને યુવકે વીડિયોમાં અનેક આક્ષેપો કર્યા હતા.ત્યારબાદ આપઘાત કરી લીધો હતો આ અંગે પરિવારજનને જાણ થતાં રોકકળાટ ફેલાયો છે. આમ યુવકને સાસરિયાં પક્ષ તરફથી ત્રાસ માડતો હોવાનું સુસાઇડ નોટ અને વીડિયો પરથી સ્પષ્ટ થયા છે.

તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ વિરુદ્વ દુષ્પ્રેરણાનો ગુન્હો 
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનીક પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. જયા મૃતક યુવાનના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી. સરખેજ પોલીસે 2 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી. પોલીસે તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ વિરુદ્વ દુષ્પ્રેરણાનો ગુન્હો દખાલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ