બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Fear factor at IPL Early exits as COVID cases surge in India BCCI says league will go on

ક્રિકેટ / કોરોના સંક્રમણની વચ્ચે અધવચ્ચેથી IPL છોડવા લાગ્યા ખેલાડીઓ, BCCIનો આવ્યો જવાબ

Noor

Last Updated: 05:32 PM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વધી રહેલા કોરોના સંકટ વચ્ચે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના સુરક્ષિત બાયો બબલમાં પણ ખેલાડીઓને ચિંતિત કરી દીધા છે. ભારતના અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન સિવાય કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ લીગને અધવચ્ચેમાં છોડી દીધી છે, જ્યારે બીસીસીઆઈએ કહ્યું છે કે રમત ચાલુ રહેશે.

  • કોરોના સંક્રમણની વચ્ચે અધવચ્ચેથી IPL છોડવા લાગ્યા ખેલાડીઓ
  • બીસીસીઆઈએ કહ્યું છે કે રમત ચાલુ રહેશે
  • ભારતના અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન સિવાય છોડ્યું આઈપીએલ

દિલ્હી કેપિટલ્સના અશ્વિને બ્રેક લીધો હતો

રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામેની મેચ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સ (ડીસી)ના અશ્વિને ટ્વિટ કર્યું કે, હું આવતીકાલે (સોમવાર)થી આ સીઝનના આઇપીએલમાંથી બ્રેક લઈ રહ્યો છું.

આરઆરના એન્ડ્રયુ ટાઈને છોડ્યું આઈપીએલ

ભારતમાં વધી રહેલા કોરોના કેસોને કારણે ઓસ્ટ્રેલિયા અને રાજસ્થાન રોયલ્સ (આરઆર)ના ફાસ્ટ બોલર એન્ડ્ર્યુ ટાઇએ આઇપીએલ છોડી દીધું અને એવો દાવો કર્યો કે ઓસ્ટ્રેલિયાના ઘણાં ક્રિકેટરો આ નિર્ણય લઈ શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના કેન રિચાર્ડસન અને એડમ જામ્પાએ પણ વ્યક્તિગત કારણોસર લીગ છોડવાનો નિર્ણય લીધો અને બાકીની મેચોમાં નહીં રમે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સંપૂર્ણ રીતે તેમની સાથે છે અને શક્ય તે દરેક રીતે મદદ કરી રહ્યું છે. જામ્પાને દોઢ કરોડ અનને રિચર્ડસનને ચાર કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. 

ટાઇએ સોમવારે દોહાથી 'સેન રેડિયો'થી કહ્યું, આના ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે પર્થમાં ભારતથી પરત ફરી રહેલાં લોકોની હોટલમાં કિસ્સા વધ્યા છે. પર્થ સરકાર પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરનાર લોકોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. તેણે કહ્યું બબલ સાથે રહેવું પણ થાકનો એક કારણ છે. જ્યારે બીસીસીઆઈએ પીટીઆઈને કહ્યું કે લીગ ચાલુ રહેશે. એક અધિકારીએ કહ્યું, 'આઈપીએલ ચાલુ રહેશે. જો કોઈને છોડવું હોય તો તેમાં કોઈ વાંધો નથી.

AUSની ફ્લાઈટમાં 30 ટકાનો ઘટાડો

બ્રિટન અને ન્યૂઝીલેન્ડ સહિતના ઘણાં દેશોએ ભારતની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ પણ ફ્લાઇટ્સમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે અને વધુ પ્રતિબંધ થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ત્રણ લાખથી વધુ કોરોના કેસ ભારતમાં આવી રહ્યાં છે. મેડિકલ સિસ્ટમ ઓક્સિજનની તંગી અને કેટલીક આવશ્યક દવાઓ સાથે સંઘર્ષ કરી રહી છે. આ પહેલાં રોયલ્સનો લિયામ લિવિંગસ્ટોન પણ મુસાફરી પ્રતિબંધ લાગુ થયા પહેલા યુકે પરત આવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા પોતાના ખેલાડીઓના સતત સંપર્કમાં છે.

ડેવિડ હસીએ માન્યું બધાં ગભરાયેલા છે

આ દરમિયાન કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ના મેન્ટર ડેવિડ હસીએ કહ્યું કે આઈપીએલમાં કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નર્વસ છે કે કેમ કે ભારતમાં કોરોનાના વધતા કેસોને કારણે તેઓ ઘરે પાછા કેવી રીતે આવશે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હસીએ સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું કે, બધાં ડરેલા છે કે તેઓ ઓસ્ટ્રેલિયા કેવી રીતે પાછા આવશે.

કેન વિલિયમસન અને ટ્રેન્ટ બોલ્ટ સહિત ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ 2 જૂનથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ રમવા માટે અધવચ્ચે જવું પડશે. 30 મેના રોજ અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ યોજાશે

AUS ચાર્ટર્ડ વિમાનની વ્યવસ્થા કરી શકે છે

ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયા તેના ખેલાડીઓ માટે ચાર્ટર્ડ વિમાનની વ્યવસ્થા કરી શકે છે. અત્યારે ઓસ્ટ્રેલિયાના 14 ખેલાડીઓ લીગમાં છે. તેમના સિવાય કોચ, રિકી પોન્ટિંગ અને સાઈમન કેટિચ, કન્મેન્ટેટર મેથ્યુ હેડન, બ્રેટ લી, માઇકલ સ્લેટર અને લિઝા સ્ટાલેકર પણ અહીં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Early exits Fear factor IPL2021 Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ