બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers annoyed in Kundal and Lunaja villages in Chhotaudepur Dry dam water has seeped into the fields

ગંભીર સમસ્યા / VIDEO: ગુજરાતના આ ગામમાં ખેડૂતો ટ્યુબ-ખાટલાની હોડી બનાવીને ખેતર જાય છે, સરકાર પુલ બનાવે તેવી માંગ

Ronak

Last Updated: 05:23 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમાં આવેલ કુંડલ અને લુણાજા ગામે સુખી ડેમના પાણી ખેતરોમાં ઘૂુસી ગયા છે. જેના કારણે ખેડૂતો ટ્યુંબ અને ખાટલાની હોડી બનાવીને ખેતરમાં જઈ રહ્યા છે.

  • છોટાઉદેપુરમાં આવેલ કુંડલ અને લુણાજા ગામમાં ખેડૂતો હેરાન 
  • ખેતરોમાં ઘુસી ગયા છે સૂખી ડેમના પાણી 
  • જીવ જોખમમાં મુકીને ખેડૂતો ખેતરોમાં જઈ રહ્યા છે

ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યાની વાતો થાય છે પરંતુ વાસ્તવીકતા કંઈ બિજુજ ચિત્ર દર્શાવે છે..છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુરના બે ગામ કુંડલ અને લુણાજાના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે...સૂખી ડેમના પાણી ગામના ખેતરોમાં ભરાઈ જતા ગ્રામજનોને ખેતર જવા કે અન્ય ગામે પહોંચવા માટે રોજ જીવ જોખમમાં મુકવો પડે છે.

સરકાર પુલ બનાવે તેવી માગ 

અહિયા રસ્તાના અભાવે ગામવાસીઓ ખાટલા અને ટ્યુબની હોડી બનાવી પોતાના ખેતરે પહોંચવા મજબૂર બન્યા છે..ગ્રામજનોની માગ છે કે સરકાર વિકલ્પ તરીકે પુલ બનાવી આપે તો જીવને જોખમમાં મુકવો ન પડે.

પ્રશાસન સામે ઉઠ્યા ગંભીર સવાલો 

આ વીડિયો સામે આવ્યા બાદ એ સવાલો ઉઠી રહ્યા છે કે આખરે છોટાઉદેપુરના ગ્રામજનોને ક્યારે સુવિધા મળી રહેશે તેને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. પ્રશાસનને કારણે ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. બીજો એક મહત્વનો સવાલ એ પણ છે કે  આખરે કુંડલ અને લુણાજા ગામમાં પુલ ક્યારે બનશે. 

ખાટલાની હોડી બનાવી લોકો કરી રહ્યા છે રસ્તો પાર 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિકાસની વાતો થતી હોય છે. પરંતુ અમુક ગામ આવા પણ છે કે જ્યા ટ્યુબ અને ખાટલાની હોડી બનાવીને લોકોને રસ્તો પસર કરવો પડે છે. ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જવાને કારણે જીવના જોખમે ખેડૂતો ખેતરે જવા મજબૂર થયા છે. જેથી સરકાર અહીયા પુલ બનાવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ