Exclusive / નિત્યાનંદ આશ્રમની પીડિત સગીરાએ VTV News સાથેની વાતચીતમાં કર્યા ખુલાસા

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી પોલીસે બે બાળકીઓને છોડાવી છે. ત્યારે હવે પીડિત સગીરાએ વીટીવી સમક્ષ ખુલાસા કર્યા હતા. આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યાનંદિતાની બહેને વીટીવી સમક્ષ ખુલાસા કરતા જણાવ્યુ કે, આશ્રમમાં બળકો સાથે ખુબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. આશ્રમમાં બાળકોને વહેલી સવારે 3 વાગ્યે ઉઠાડવામાં આવે છે. જો કોઈ બાળક સવારે ત્રણ વાગે ન ઉઠે તો તેમને માર મારવામાં આવે છે. બાળકોને ગુરૂદ્રોહની શિક્ષા કરવામાં આવતી હતી. જો કોઈ બાળક આશ્રમની બહાર જાય તો તેને ગુરૂદ્રોહ માનવામાં આવતો હતો. સાથે જ તેમણે જણાવ્યુ કે, બેગ્લુરૂના આશ્રમમાં અભ્યાસ કરાવવામાં આવતો નથી. સાથે જ નિત્યાનંદના સોશિયલ મીડિયાના એકાઉન્ટથીબાળકોને કામ આપવામાં આવે છે. બાળકોનો પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવતો હતો..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ