બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ex-IPS Sanjeev Bhatt sentenced to 20 years, fined Rs 2 lakh

BIG BREAKING / પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા, 2 લાખનો દંડ, અફીણ સાથે જોડાયેલો છે કેસ

Dinesh

Last Updated: 06:18 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ex-IPS Sanjeev Bhatt case: પૂર્વ IPS સંજીવ ભટ્ટને NDPS કેસમાં 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે ફટકાર્યો છે

પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે  20 વર્ષની સજા ફટકારી છે તેમજ 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.  અત્રે જણાવીએ કે, ગતરોજ કોર્ટે સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવ્યો હતો.

કોર્ટે NDPS કેસમાં દોષિત ઠેરાવ્યો હતા

વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન SP સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રાખી ખોટો કેસ કર્યાના મામલામાં કોર્ટે સજા ફટકારી છે. અત્રે જણાવીએ કે, સજીવ ભટ્ટ સાડા પાંચ વર્ષથી પાલનપુરની સબજેલમાં કેદ છે 

આ કેસમાં થઇ હતી સંજીવ ભટ્ટની ધરપકડ
1996માં સંજીવ ભટ્ટ બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમને પાલીના એડવોકેટ સુમેરસિંહને 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટના બાદ એડવોકેટ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં વર્ષ 2018માં સીઆઇડી ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી

વાંચવા જેવું: ગુજરાતના 4 જિલ્લામાં આગ ઓકતી ગરમી, આગામી 5 દિવસમાં પરસેવે રેબઝેબ કરે તેવી આગાહી

શું હતો કેસ ?
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ જ્યારે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક હતા ત્યારે તેમણે એક કેસમાં રાજસ્થાનના પાલી ખાતે રહેતા વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ પાલનપુરની એક હોટેલમાંથી કરી હતી. પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજ પુરોહિતના રૂમમાંથી 1.15 કિલો અફીણ મળી આવ્યું હતું. દરમિયાન પોલીસે કરેલી ઓળખ પરેડમાં સ્થાનિક હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. આ બાદ પોલીસે તાત્કાલીક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો. આ રિપોર્ટને કોર્ટે એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો. આ ઘટના બાદ, બનાવ વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ રહેલા જસ્ટિસ આર.આર.જૈન વિરુદ્ધ   રાજસ્થાનના પાલીમાં ફરિયાદ નોંધાવી હતી. રાજપુરોહિતનો આરોપ હતો કે પાલી ખાતેની જસ્ટિસની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું. આ બનાવ વખતે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના પોલીસ SP હતા. બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન,સંજીવ ભટ્ટ અને અન્ય લોકોના કોલ રેકોર્ડ તપાસ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ