બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ev fire centre sent show cause notice to electric vehicle manufacturers in india

એક્શન / ઇલેક્ટ્રીક વ્હીકલ્સમાં આગની સંખ્યાબંધ ઘટનાઓને પગલે જાગી સરકાર, કંપનીઓ સામે લીધા પગલાં

Dhruv

Last Updated: 04:33 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશની અંદર એવાં તમામ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે કે જે વ્હીકલ્સમાં તાજેતરમાં જ આગ લાગી હોય.

  • ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને કારણ બતાઓ નોટિસ
  • આગ લાગાવાની ઘટનાઓ પર જવાબ મંગાયો
  • સંતોષકારક જવાબ નહીં આપવા પર કેન્દ્ર  કાર્યવાહી કરશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારના રોજ લોકસભાને જાણ કરી કે તમામ સંબંધિત EV નિર્માતાઓને નોટિસનો જવાબ આપવા અથવા કાર્યવાહીનો સામનો કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સંબંધિત CEO અને એમડીને આપવામાં આવેલ નોટિસ, ભારતમાં તાજેતરમાં જ EVની આગની ઘટનાઓ પર એક પેનલ દ્વારા પોતાનો રિપોર્ટ રજૂ કર્યા બાદ આપવામાં આવી હતી. EVમાં આગ લાગવાની ઘટનાઓમાં અનેક લોકોના જીવ પણ ગયા છે.

સંતોષકારક જવાબ નહીં આપવા પર કેન્દ્ર કરશે કાર્યવાહી

નોટિસ EVના ઉત્પાદકો પાસેથી જવાબ માંગશે કે બેટરીના નિર્માણ દોષના કારણમાં EVમાં આગ લાગવાની ઘટનાઓ માટે તેઓને દંડિત કેમ ના કરવામાં આવે. સંતોષકારક જવાબ નહીં આપવા પર કેન્દ્ર જવાબદાર EVના ઉત્પાદકો વિરૂદ્ધ કાર્યવાહી કરશે. આગની ઘટનાઓની તપાસ કરનાર પેનલને ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી માટે સલામતી ધોરણોનું સૂચન પણ કરવામાં આવ્યું છે.

ગડકરીએ જણાવ્યું કે, 'મોટર વાહન અધિનિયમ અંતર્ગત EVના ઉત્પાદકોએ દંડનો સામનો કરવો પડી શકે છે. મંત્રાલયે સંબંધિત ટુવ્હીલર ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતાઓના CEO અને MDને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે. જેથી એ બતાવી શકાય કે તેઓની વિરૂદ્ધ મોટર વાહન અધિનિયમ સંબંધિત કલમો કેમ ના લગાવવી જોઇએ. તેનો જવાબ મળવા પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

આ પહેલાં કેન્દ્રએ આગની ઘટનાઓની પરિસ્થિતિઓની તપાસ માટે સેન્ટર ફોર ફાયર એક્સપ્લોસિવ એન્ડ એનવાયરનમેન્ટ સેફ્ટી (CFEES) ને સામેલ કરવામાં આવ્યું હતું. સેન્ટર ફોર ફાયર એક્સપ્લોસિવ એન્ડ એનવાયરનમેન્ટ સેફ્ટી (CFEES) DRDO લેબના SAM (સિસ્ટમ એનાલિસિસ એન્ડ મોડેલિંગ) ક્લસ્ટર અંતર્ગત આવે છે.

ભારતમાં હાલમાં 13 લાખથી વધારે ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન

આ બધું આ વર્ષની શરૂઆતમાં પુણામાં ઓલા ઇલેક્ટ્રિક S1 પ્રો સ્કૂટરમાં આગ લાગવાના એક વીડિયોની સાથે શરૂ થયું. બાદમાં દેશના વિભિન્ન ભાગોમાંથી વિવિધ ઘટનાઓની સૂચના મળવા લાગી. આવી ઘટનાઓમાં ઓછામાં ઓછાં 6 લોકોના મોત નિપજ્યાં છે. EVની આગની ઘટનાઓ બાદ ઓકિનાવાએ 3215 વાહનોને પરત બોલાવ્યા હતા, પ્યોર EVએ 2,000 યુનિટ્સને પરત બોલાવ્યા હતા અને ઓલા ઇલેક્ટ્રિકે એપ્રિલમાં 1441 યુનિટ્સને પરત મંગાવ્યા હતા. ભારતમાં હાલમાં 13 લાખથી વધારે ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર ટોપ 3 રાજ્યો છે કે જ્યાં રસ્તાઓ પર સૌથી ઇલેક્ટ્રિક વાહનો ચાલે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Gadkari Show Cause Notice electric vehicles ઇલેક્ટ્રીક વ્હીકલ્સ કારણ બતાઓ નોટિસ નીતિન ગડકરી Electric Vehicles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ