બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / elon musk asked some more time for twitter deal decision

અપીલ / એલન મસ્કે ટ્વિટર ડીલ પર સુનાવણી પાછળ ઠેલવવા કોર્ટને કરી અપીલ, વિચિત્ર કારણ આપ્યું

Khevna

Last Updated: 04:10 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્કનાં વકીલે ટ્વીટર ડીલ પર સુનાવણી માટે થોડા અઠવાડિયાણો સમય માંગ્યો છે, જ્યારે ટ્વીટરે આ બાબતનો વિરોધ કર્યો છે.

  • એલન માસ્કના વકીલે ટ્વીટર ડીલની સુનાવણી માટે માંગ્યો વધારે સમય 
  • ટ્વીટરે કર્યો તેમનો વિરોધ 
  • મસ્ક પોતાની જવાબદારી નથી નિભાવી શકતા એટલે ટ્વીટર પર આરોપો લગાવે છે - ટ્વીટર 

એલન માસ્કના વકીલે ટ્વીટર ડીલની સુનાવણી માટે માંગ્યો વધારે સમય 

ટ્વિટર સાથે કાનૂની લડાઈમાં ઉલજેલા ટેસ્લાના CEO એલન મસ્કનાં વકીલે કોર્ટને ટ્વિટર ડીલ પર સુનાવણી થોડા અથવાડિયાઓ માટે ટાળવાની માંગણી કરી. મસ્કના વકીલ એલેક્સ સ્પિરોએ જજને માંગણી કરતાં કહ્યું કે એક વ્હિસ્લબ્લોઅરએ ટ્વિટર પર સુરક્ષાને લઈને અમુક દાવાઓ કર્યા છે. આ દાવાઓની સત્યતા જાણવા માટે એલન મસ્કને થોડો સમય આપવો જોઈએ. જયારે ટ્વિટરનાં વકીલે આનો વિરોધ કરતા કહ્યું કે સુનાવણી પૂર્વ નિર્ધારિત સમય પર જ થવી જોઈએ. 

નોંધનીય છે કે એલન મસ્કે ટ્વિટરને ૪૪ અરબ ડોલરમાં ખરીદવાની ડીલ કરી હતી, પણ પછી તેમણે ટ્વિટર પર સ્પામ કે બોટ અકાઉન્ટની સાચી જાણકારી ન આપવાનો આરોપ લગાવીને આ ડીલ રદ્દ કરવાની ઘોષણા કરી હતી. ટ્વીટર ડીલને પૂરી કરવા માટે આ મામલો કોર્ટ સુધી લઈ ગયું. ઓગસ્ટની શરૂઆતમાં ટ્વિટરના પૂર્વ સિક્યોરીટી ચીફ પીટર જેટકોએ ટ્વિટરમાં પ્રાઈવસી, સિક્યોરીટી અને કન્ટેન્ટ મોડરેશન સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને આરોપ લગાવ્યા હતા. જોકે, ટ્વિટરે તેમના આરોપોને નિરાધાર જણાવ્યા છે. 

ટ્વિટરે કર્યો વિરોધ 
એક રિપોર્ટ અનુસાર, ટ્વિટરના વકીલ વિલિયમ સેવિટે કહ્યું કે મસ્ક પોતાના ઉત્તરદાયિત્વોનું નિર્વહન કરવામાં નિષ્ફળ રહેવા પર ટ્વિટર પર વગર કારણે દોષારોપણ કરી રહ્યા છે. સેવિટે કોર્ટને માંગ કરી છે કે જેટકોનાં દાવાને આ કેસમાં સામેલ ન કરવામાં આવે.  જો જેટકોના આરોપોને કેસનો હિસ્સો બનાવવામાં આવે છે, તો પહેલા નિર્ધારિત 5 દિવસીય ટ્રાયલ 17 ઓકટોબરથી શરૂ થવી થવી જોઈએ. સેવિટે મસ્ક દ્વારા એક બેન્કરને મોકલવામાં આવેલા મેસેજનો ઉલ્લેખ પણ પોતાની દલીલમાં કર્યો. આ મેસેજમાં મસ્કે લખ્યું હતું કે જ્યારે અમે તૃતીય વિશ્વ યુદ્ધ તરફ વધી રહ્યા છીએ, તો પછી ટ્વિટરને ખરીદવાનો કોઈ અર્થ નથી. 

30 ઓગસ્ટના રોજ મોકલી બીજી નોટિસ 
જેટકોના આરોપો બાદ 30 ઓગસ્ટના  રોજ મસ્કની લીગલ ટીમે ડીલ રદ્દ કરવા માટે બીજી અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનને નોટિસ મોકલી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે અમુક તથ્યોને લઈને ટ્વિટર પર લગાવવામાં આવેલ આરોપો વિશે કંપનીને 8 જુલાઇના રોજ જાણ થઈ હતી. આ તથ્યો સામે આવ્યા બાદ વિલય એગ્રીમેન્ટને રદ્દ કરવા માટે ખાસ આધાર બને છે. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ