બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / Eknath Shinde suddenly assigned a big responsibility to the secretaries

રાજનીતિ / મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ ખોરંભે ચડ્યું, એકનાથ શિંદેએ તાબડતોડ સચિવોને સોંપી મોટી જવાબદારી

Priyakant

Last Updated: 01:39 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં કેબિનેટની રચના ન થતાં હવે તેની અસર વિભાગો પર પડી રહી છે. તેથી સરકારે મંત્રીઓની તમામ સત્તાને લઈ મોટો નિર્ણય કર્યો

  • મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ ખોરંભે ચડ્યું 
  • કેબિનેટની રચના ન થતાં હવે તેની અસર સરકારના વિભાગો પર 
  • મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવાનો નિર્ણય 
  • મુખ્ય સચિવે મંત્રીઓની તમામ સત્તા સચિવોને આપવાનો આદેશ કર્યો 

મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ સરકારનું કેબિનેટ વિસ્તરણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.  અગાઉ કેબિનેટ વિસ્તરણ 5 ઓગસ્ટે થવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ અટકી જતાં હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મંત્રીઓના અભાવને કારણે ઘણા વિભાગોના કામો પ્રભાવિત થઈ રહ્યા છે. જેના કારણે ઘણા વિકાસ કામો અટવાઈ પડ્યા છે.

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ અહજી સુધી કેબિનેટ વિસ્તરણ થયું નથી. તેવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. મહત્વનું છે કેમ, મંત્રીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને ઘણા આદેશો જેની તાત્કાલિક જરૂર છે તે તમામ અધિકાર મંત્રીઓ પાસે હોય છે. ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રાલયમાં છેલ્લા મહિનાથી અનેક અપીલો પડતર છે.  તો વળી નવી સરકારની રચના થયાને 36 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કેબિનેટની રચના થઈ નથી. મંત્રીમંડળની રચના ન થવાને કારણે હવે તેની અસર વિભાગો પર પડી રહી છે. તેથી સરકારે મંત્રીઓની તમામ સત્તા સચિવોને આપવાનો નિર્ણય કર્યો છે. તેના આદેશ રાજ્યના મુખ્ય સચિવે જાહેર કર્યા છે.

કેબિનેટ વિસ્તરણ ક્યારે ? 

મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ અગાઉ 5 ઓગસ્ટે થવાનું હતું.  જોકે હવે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ માટે વધુ રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ કેબિનેટનું વિસ્તરણ થવાની આશા છે. ગુરુવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણના મુદ્દે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ભાજપના ક્વોટામાંથી આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે 

ગુરુવારે મહારાષ્ટ્રના કેબિનેટ વિસ્તરણને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.  મુખ્યમંત્રી એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ 5 ઓગસ્ટે થવાનું હતું. મહારાષ્ટ્ર સરકારની રચના બાદ લાંબા સમય બાદ સરકારમાં મંત્રીઓને લઈને ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)માં પણ સમજૂતી થઈ છે. ભાજપના ક્વોટામાંથી આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે, જ્યારે શિંદેની છાવણીના સાત ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. પરંતુ આ યાદીમાં મહારાષ્ટ્રની અગાઉની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી રહેલા ઘણા વરિષ્ઠ ધારાસભ્યોના પત્તાં કપાયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ