બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / eight lions Will be sent Gujarat to Uttar Pradesh

સાવજ / ગુજરાતમાંથી વિમાન મારફતે 2 સિંહ અને 6 સિંહણને ઉ.પ્રદેશ લઇ જવાશે

vtvAdmin

Last Updated: 11:23 AM, 7 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવશે. જૂનાગઢના સક્કરબાગમાંથી ઉત્તરપ્રદેશના સેફાઈના સફાઈ પાર્કમાં ગુજરાતના 8 સિંહોને લઈ જવાશે. મળતી માહિતી મુજબ સેનાના વિેશેષ વિમાનથી સક્કરબાગના 8 સિંહોને ઉત્તરપ્રદેશના સેફાઈ પાર્કમાં મોકલવામાં આવશે.

ગોરખપુરના ઝુમાં 1 નર 5 માદાને રાખવામા આવશે. હાલ પુરતા 8 સિંહોને ઈટાવા સફરી પાર્કમાં રાખવામાં આવશે. કેન્દ્રિય વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહોના સ્થાંળતર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મહત્વનુ છે કે, 1 મે રોજ 8 સિંહોને ઉત્તરપ્રદેશ મોકલવાના હતા. જેના માટે વનવિભાગની ટીમ 29 એપ્રિલે 8 સિંહોને સડક માર્ગે ઉત્તરપ્રદેશ લઈ જવા માટે નિકળ્યા હતા. રાજ્યમાં ગરમીનો પારો વધુ હોવાના કારણે વનવિભાગની ટીમ અજમેરથી પરત ફરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એનીમલએક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢનાં સક્કરબાગમાંથી ઉત્તરપ્રદેશનાં ઇટાવા લાયન સફારી માટે 7 સિંહોને મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એક સિંહણનું મોત થયું હતું. સિંહોનાં બદલામાં ઉત્તરપ્રદેશથી ઝીબ્રા અને ગેંડા જેવા પ્રાણીઓ ઉત્તરપ્રદેશથી એક્ષ્ચેન્જ કરવામાં છે. અગાઉ મકાઉ, સારસ બેલડું અને ઝરખ ગુજરાત લાવવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Gir Uttarpradesh gujarat junagadh lions lion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ