બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Education Minister's big statement for primary school reopens

શિક્ષણ / રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો ફરી શરૂ કરવા શિક્ષણમંત્રી ચુડાસમાનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું ?

Kiran

Last Updated: 04:17 PM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ધોરણ 1 થી 5 ના વર્ગે શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વર્ગો શરૂ કરવા અંગેનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે

ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન
કોર કમિટીની બેઠકમાં વર્ગો શરૂ કરવાનો લેવાશે નિર્ણય  
આરોગ્ય વિભાગ,શિક્ષણવિદોની સલાહ બાદ નિર્ણય લેવાશે 

રાજ્યમાં કોરોનાના કેસનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે સ્કૂલ, કોલેજના, શાળાના વર્ગો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે પરતું હજુ પણ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરાયા નથી ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણવર્ગે ફરીથી શરૂ કરવા અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે હવે પછી ધોરણ 1 થી પાંચના વર્ગે શરૂ કરવામાં આવનાર છે જે અંગેનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે.



 

વાલીઓએ બાળકોને સ્કૂલ-કોલેજમાં મોકલ્યા છેઃ શિક્ષણમંત્રી

હવે રાજ્ય સરકાર પ્રાથમિક શાળાના બાળકોના વર્ગે શરૂ કરવાની વિચારણા કરી રહી છે તે જણાવતા જ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અગાઉ તબક્કાવાર શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે ત્યારે હવે શિક્ષણ વિભાગની કોર કમિટીની બેઠક બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.

આરોગ્ય વિભાગ,શિક્ષણવિદોની સલાહ બાદ નિર્ણય લેવાશેઃ શિક્ષણમંત્રી

મહત્વનું છે કે પહેલાં કોલેજ બાદમાં ધોરણ 10થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં તેમજ ગત અઠવાડીયામાં ધોરણ 6, 7 અને 8ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ ઉત્સાહથી ભણાવી રહ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે વિચાર કરીશું. વર્ગો ફરીથી શરૂ કરતા પહેલા આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ લેવામાં આવશે.

 


કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનો આદેશ 

રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો તો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યાં છે. જોકે શાળામાં હાજરી ફરજીયાત નહી પરતું મરજીયાત રાખવામાં આવી છે જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. એટલું જ નહીં ધોરણ 9થી 12ના વર્ગો પણ શરૂ છે. જો કે, શાળામાં ચુસ્તપણે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો આદેશ અપાયો છે તેમજ સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

 


નિષ્ણાત ડોક્ટરોની સલાહ 

રાજ્યમાં કોરોના સક્રમણનો દર ઓછો છે પરતું બીજી તરફ અન્ય રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, રાજ્યમાં કોરોના કેસ હજુ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે બીજી તરફ સિઝનલ બિમારીના કેસમાં પણ વધારો થયો છે ત્યારે નિષ્ણાંત તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે નાના બાળકોની શાળામાં સાવચેતી રાખવી ખુબ જરૂરી બને છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાના બાળકોના અંગે નિર્ણય લેવાય તેવું ડોક્ટરો જણાવી રહ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ