Education Minister tweet regarding the new education policy
જાહેરાત /
ભાર વગરનું ભણતર ! વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું મોટું એલાન
Team VTV06:27 PM, 27 Dec 22
| Updated: 06:39 PM, 27 Dec 22
નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કર્યુ, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિઓ કરાવામાં આવશે, સુથારીકામ, મેટલવર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃતિઓ કરાવાશે
નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રીએ કર્યુ ટ્વીટ
10 દિવસ માટે બેગલેસ અભ્યાસ કરાવાશે
સુથારીકામ,માટીકામ જેવી પ્રવૃત્તિઓ કરાવાશે
ધોરણ 6થી 8માં થશે અમલવારી
નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ 10 દિવસ માટે બેગલેસ શિક્ષણ મેળવશે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવશે
નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી 8 માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન સાથે વિવિધ પ્રવૃતિઓ તરફ ઉજાગર કરી તેમને પોતાના રસ અને વલણની ઓળખ કરાવવાના ઉમદા અભિગમ સાથે "બેગલેસ અભ્યાસ" શરૂ કરાશે, જેમાં સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ અને માટીકામ સહિતની પ્રવૃતિઓ શીખવવામાં આવશે. #NEP2020pic.twitter.com/U7ZX9QTsl0
નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રીએ કર્યુ ટ્વીટ
નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને પોતાના રસ અને વલણ અનુસાર શિક્ષણ આપવામાં આવશે, વિદ્યાર્થીઓને સુથારીકામ, મેટલવર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃતિઓ કરાવાશે.
GPSC દ્વારા પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર
GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. જ્યારે કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. તો ગુજરાત ઇજનેરી સેવાની પરીક્ષા પણ 22 જાન્યુઆરીના યોજાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2, ઇજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીએ લેવાશે.