બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / મુંબઈ / Echoes of Lakhimpur Khiri fell in Mumbai, city bus service closed after heavy stones

મહારાષ્ટ્ર / લખીમપુર ખીરીના પડઘા મુંબઈમાં પડ્યા, ઠેરઠેર ભારે પથ્થર મારા બાદ સીટી બસ સર્વિસ બંધ

ParthB

Last Updated: 03:13 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના શાસક મહા વિકાસ આઘાડી (MVA)એ લખીમપુર ખેરીમાં થયેલી હિંસાના વિરોધમાં આજે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે.

  • લખીમપુર ખીરી હિસાના વિરોધમાં આજે મહારાષ્ટ્રમાં બંધ 
  • પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની ફરજ પડી
  • બંધની વ્યાપક અસર મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળી 

લખીમપુર ખીરી હિસાના વિરોધમાં આજે મહારાષ્ટ્રમાં બંધ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં 4 ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારના ત્રણ શાસક પક્ષો દ્વારા રાજ્ય બંધનુ એલાન આપવામાં આવ્યું છે. જેની સમગ્ર રાજ્યમાં અસર જોવા મળી રહી છે.આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવા બંધ જોવા મળી રહી છે.ત્યારે મુંબઈ શહેરમાં બસ સેવા પણ બંધ કરવાની હાલ ફરજ પડી છે.આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે,  રાજ્ય બંધને પગલે  મુંબઈના  કેટલાક સ્થળોએ પથ્થરમારાની ઘટનાઓને પગલે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટની બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની ફરજ પડી

BEST સેવાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ધારાવી, માનખુર્દ, શિવાજી નગર, ચારકોપ, ઓશિવારા, દેઓનાર અને ઈનોર્બિટ મોલ નજીક નવ બસોને કેટલાક લેભાગુ તત્વો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતુ. જેમાં લીઝ પર ભાડે લીધેલી બસનો પણ સમાવેશ થાય છે. ત્યારે હાલ પથ્થરમારાની ઘટના બાદ બેસ્ટ વહીવટીતંત્રએ  પોલીસ સુરક્ષાની માંગણી કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તમામ ડેપોમાંથી બસો ચલાવવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

મંત્રીએ કહ્યું આવી હરકતો ન કરો 

બસો પર થઈ રહેલા હુમલાના પગલામાં  મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે નારજગી દર્શાવતાં કહ્યું કે, મહા વિકાસ અઘાડીએ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.અમારી માંગ અને અવાજ પર જનતાએ ટેકો આપ્યો છે. ઘણી જગ્યાએ આ બંધ શાંતિપૂર્ણ રીતે જોવા મળ્યો છે. પથ્થરમારાના કિસ્સાઓ પણ કેટલીક જગ્યાએ સામે આવ્યાં છે. જે યોગ્ય નથી લોકોએ આ પ્રકારની ઘટનાઓ ન કરે  

શાસક પક્ષ શિવસેના સાથે જોડાયેલા લોકોએ બંધનું સમર્થન કરવા અપીલ કરી

તમને જણાવી દઈએ કે, શાસક પક્ષ શિવસેના સાથે જોડાયેલા બેસ્ટ સેવાના કામદાર સુહાસ સામંતે રવિવારે એક વીડિયો ક્લિપમાં બેસ્ટના તમામ કર્મચારીઓને બંધનું સમર્થન કરવાની અપીલ કરી હતી. ઉપરાંત બેસ્ટ બસો અને ‘કાલી-પીળી કેબ્સ’ ને પણ તેઓએ રસ્તાઓથી પરથી દુર કરવાના પ્રયત્નો કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ