બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / earthquake in leh and Myanmar noted 3.8 and 5.5 magnitude

ભૂકંપ / મધરાતે ધણધણી ઉઠી ધરતી, લેહ અને મ્યાનમારમાં ભૂકંપ

Mayur

Last Updated: 08:14 AM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે રાત્રે લેહ અને મ્યાનમારમઆ ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા અનુક્રમે 3.8 અને 5.5 જેટલી રહી હતી.

લેહમાં અડધી રાત્રે ભૂકંપ

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં અડધી રાત્રે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા ટેની તીવ્રતા 3.8 આંકવામાં આવી હતી . જો કે તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન્હોતી. સાથે મોટું નુકસાન થયું નથી જે રાહતભર્યા સમાચાર છે. 

મ્યાનમારમાં પણ ભૂકંપ

મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની અસર ગુવાહાટી સુધી પડી હતી અને ત્યાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. 

તીવ્રતા 3.8 રહી

લેહમાં 12:30 વાગ્યે ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 3.8 રહી હતી અને મ્યાનમારમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.5 જેટલી નોંધાઈ હતી. મોટેભાગે 5 થી વધારે તીવ્રતા હોય ત્યારે નુકસાનની સંભાવના વધારે રહેતી હોય છે. મ્યાનમારમાં મોનિવા વિસ્તારમાં 12 વાગ્યા આસપાસ ભૂકંપ આવ્યો હતો. જો કે ત્યાં પણ મોટું નુકસાન થયું હોવાના સમાચાર નથી. 

આ અગાઉ એલચીમઆ પણ 4.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ધ્યાન રહે કે લેહમાં ગત કેટલાક મહિનાઓ સતત ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા અહીં 25 માર્ચે પણ ભૂકંપ આવ્યો હતો. ત્યારે આની તીવ્રતા 3.5 હતી. માર્ચની પહેલા ગત 27 સપ્ટેમ્બર અને ફરી 6 ઓક્ટોબરે કંપન અનુભવાયું હતુ. સપ્ટેમ્બરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.7 અને ઓક્ટોબરમાં 5.1 હતા.

કેમ આવે છે ભૂકંપ?

પૃથ્વીના અનેક લેયર હોય છે અને જમીનની નીચે અનેક પ્રકારની પ્લેટ હોય છે. આ પ્લેટ્સ એકબીજા સાથે ફસાયેલી હતી. પરંતુ ક્યારેક ક્યારેક આ પ્લેટ ખસી જાય છે. આ કારણે ભૂકંપ આવે છે. અનેક વાર આનાથી કંપન થઈ જાય છે અને આની તીવ્રતા વધી જાય છે.  ભારતમાં ધરતીની અંદરની પરતો હોવાના કારણે ભૌગોલિક હલચલના આધાર પર કેટલાક જોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ આ વધારે છે અને કેટલીક જગ્યાએ ઓછી. આ શક્યતાઓના આધાર પર ભારતના 5 જોનમાં વહેચાયેલા છે. જે જણાવે છે કે ભારતમાં કહ્યું સૌથી વધારે ભૂકંપ આવવાનું સંકટ રહે છે. ઝોન 5માં સૌથી વધારે ભૂકંપ આવવાની શક્યતા રહે છે અને 4માં તેનાથી ઓછા, 3માં તેમાંથી ઓછી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Myanmar leh ગુજરાતી સમાચાર ભૂકંપ Earthquake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ