બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 08:43 AM, 21 September 2021
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે એટીએમ લગાવનાર કંપનીઓ જુદી હોય છે. બેંક ક્યારેય પણ પોતે તેના એટીએમ લગાવતી નથી. બેંક તરફથથી કેટલીક કંપનીઓને એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે વિવિધ સ્થળોએ એટીએમ લગાવવાનું કામ કરે છે. ચાલો તમને જણાવીએ કે તમે એટીએમ ફ્રેન્ચાઇઝી લઈને કેવી રીતે સારી કમાણી કરી શકો છો.
ADVERTISEMENT
એસબીઆઇ એટીએમ ફ્રેન્ચાઇઝી લેવા માટેની જરૂરી શરતો
ડોક્યૂમેન્ટ લિસ્ટ
આઈડી પ્રૂફ - આધાર કાર્ડ, પાનકાર્ડ, મતદાર કાર્ડ
એડ્રેસ પ્રૂફ - રાશન કાર્ડ, વીજળી બિલ
બેંક ખાતું અને પાસબુક
ફોટોગ્રાફ, ઇ-મેલ આઈડી, ફોન નંબર
અન્ય દસ્તાવેજો
જીએસટી નંબર
નાણાકીય દસ્તાવેજો
કેવી રીતે અરજી કરવી
કેટલીક કંપનીઓ એસબીઆઈ એટીએમની ફ્રેન્ચાઇઝી આપે છે. તમે તેમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે એટીએમ લગાવતી કંપનીઓ જુદી જુદી હોય છે. Tata Indicash, Muthoot ATM અને India One ATM ની પાસે એટીએમનો મુખ્યત્વે ભારતમાં એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ છે. આ માટે તમે આ તમામ કંપનીઓની વેબસાઇટ્સ પર ઓનલાઇન લગિન કરીને એટીએમ માટે અરજી કરી શકો છો.
ઓફિશિયલ વેબસાઈટ
Tata Indicash - www.indicash.co.in
Muthoot ATM - www.muthootatm.com/suggest-atm.html
India One ATM - india1atm.in/rent-your-space
કેટલું રોકાણ કરવું પડશે
ટાટા ઈન્ડિકેશ આમાંથી સૌથી જૂની અને મોટી કંપની છે. તે 2 લાખની સિક્યોરિટી ડિપોઝિટ પર ફ્રેન્ચાઇઝી આપે છે જે રિફન્ડેબલ છે. આ સિવાય 3 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે જમા કરાવવાના રહેશે. આ રીતે કુલ રોકાણ 5 લાખ રૂપિયા છે.
કેટલી કમાણી કરી શકાય છે
કમાણીની વાત કરીએ તો દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર 8 રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા મળે છે. વાર્ષિક રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ 33-50 ટકા સુધી છે. ઉદાહરણ તરીકે જો તમારા એટીએમ દ્વારા રોજ 250 ટ્રાન્ઝેક્શન થાય છે, જેમાં 65 ટકા કેશ ટ્રાન્ઝેક્શન અને 35 ટકા નોન કેશ ટ્રાન્ઝેક્શન હોય તો મંથલી ઈન્કમ 45 હજાર રૂપિયા હોઈ શકે છે. જો રોજના 500 ટ્રાન્ઝેક્શન થાય તો ઈન્કમ 88-90 હજાર હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.