બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Don't be fooled by the rush to get a job! Ghaziabad gang Cheated Gandhinagar people,
ParthB
Last Updated: 05:14 PM, 13 May 2022
ADVERTISEMENT
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને હાથ લાગી મોટી સફળતાં
ADVERTISEMENT
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ગાંધીનગરમાં નોકરી અને લોન આપવાના બહાને લોકો સાથે ફ્રોડ કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે માસ્ટર માઇન્ડ સાથે એક ધરપકડ કરી છે. જે ગાઝિયાબાદ અને નોઇડા સમગ્ર સિસ્ટમ ઓપરેટ કરતો હતો.
પોલીસે આરોપીઓ પાસેખી 64 ATM કાર્ડ કબ્જે કર્યા
મહત્વનું છે કે, ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે ઝડપાયેલા આરોપીની તલાસી લીધી હતી. જે દરમિયાન આરોપીઓ પાસેથી 64 ATM કાર્ડ, 88 પાનકાર્ડ, 20 બેંકની પાસબૂક, 2 સ્વાઇપ મશીન 4 રબર સ્ટેમ્પ અને 12 મોબાઇલ, 80 આધારકાર્ડ, 13 ચૂંટણી કાર્ડ, 61 બેંકની ચેકબુક મળી આવી હતી.
ગેંગ શ્રમિક વર્ગના લોકોને કરતી હતી ટાર્ગેટ
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર આ ગેંગ શ્રમિક વર્ગના લોકોને ટાર્ગેટ કરતી હતી. જે બાદ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ખોટી રીતે લોન લઈ બેન્ક સાથે કરી છેતરપિંડી આચરતાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.