બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / આરોગ્ય / Does this even happen? This medicine is given to a woman who has been in a coma for 45 days and she is recovered

મોટી સફળતા / આવું પણ બને? કોરોનાથી 45 દિવસ કોમામાં રહેલી મહિલાને આપી આ દવા અને થઈ ગઈ ટનાટન!

Kashyap

Last Updated: 05:18 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની તબાહી વચ્ચે દવાઓમાં પણ નવા પ્રયોગો થઈ રહ્યા છે. આ સમયગાળામાં બીજો એક પ્રયોગ સફળ થતો દેખાયો છે.

વાયગ્રાનો હેવી ડોઝ બન્યો જીવન રક્ષક 
45 દિવસથી યુવતી હતી કોમામાં  
ઓક્સિજનનું લેવલ બૂસ્ટ કરે છે વાયગ્રા

કોરોનાના અલગ-અલગ પ્રકારોએ સમયાંતરે તબાહી મચાવી છે, જે હજુ પણ ચાલુ છે. તેના માટે હજુ સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી. આવી સ્થિતિમાં ડોકટરો વિવિધ રોગોની દવાઓનો ઉપયોગ કરીને દર્દીઓનો જીવ બચાવી રહ્યા છે. આ સમયગાળામાં બીજો એક પ્રયોગ સફળ થતો દેખાયો છે. જેનું નામ વાયગ્રા છે. આ દવાથી 45 દિવસથી કોમામાં ગયેલી નર્સને ફરી પાછા લાવવામાં મોટી સફળતા મળી છે.

વાયગ્રાનો હેવી ડોઝ બન્યો જીવન રક્ષક 
ઈંગ્લેન્ડના ગેન્સબોરો લિંકનશાયર(Gainsborough Lincolnshire, England)માં 45 દિવસથી કોમામાં રહેલી નર્સને વાયગ્રાનો હેવી ડોઝ આપવામાં આવ્યો હતો. જેના કારણે હવે તે હોશમાં આવી ગઈ છે. હવે તે ઠીક છે. 37 વર્ષીય મોનિકા અલ્મેડા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતી હતી. આ દરમિયાન તેને કોરોનાથી સંક્રમિત થઈ હતી. વાયગ્રા સાથે સારવાર કરવાનો વિચાર તેના સાથી કર્મચારીઓનો હતો, જે સફળ રહ્યો. મોનિકા 16 નવેમ્બરથી કોમામાં હતી. તે પહેલા ઓક્ટોબરમાં તેને કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર બાદ તે ઘરે આવી ગઈ હતી. પરંતુ તેમને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ પડી અને તરત જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ત્યાર બાદ સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને તે કોમામાં જતી રહી હતી. ત્યારબાદ તેમને વાયગ્રાનો હેવી ડોઝ આપવામાં આવ્યો. જેને તેમના ઓક્સિજન સ્તરને જાળવી રાખવામાં મદદ કરી હતી. 

ઓક્સિજનનું લેવલ બૂસ્ટ કરે છે વાયગ્રા
અનેક દવાઓનો ઉપયોગ કર્યા બાદ પણ મોનિકાની સ્થિતિમાં સુધારો થયો ન હતો. તેને પહેલેથી જ અસ્થમા હતો, જેના કારણે તેનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું, વાયગ્રાનો ઉપયોગ બ્લડ પ્રેશર સુધારવામાં મદદરૂપ છે. વાયગ્રા ફેફસામાં ફોસ્ફોડીસ્ટેરેઝ એન્ઝાઇમ ઉત્પન્ન કરીને ફેફસાંને આરામ આપે છે. વાયગ્રા ફેફસામાં ફોસ્ફોડીસ્ટેરિયસ એન્ઝાઇમ ઉત્પન્ન કરીને ફેફસાંને આરામ આપે છે. જેના કારણે ઓક્સિજન લેવલ ઠીક થઈ ગયું અને મોનિકાની જિંદગી બચી ગઈ. હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ડોકટરોએ તેને હોશમાં લાવવા માટે ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે દવાનો ઉપયોગ કર્યો છે. મોનિકા અલ્મેડા આ પ્રયોગ માટે અને તેનો જીવ બચાવવા માટે તેના સાથીદારોની ખૂબ જ આભારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ