બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Does the foot hurt when you sleep at night? So don't ignore, this may be the problem

હેલ્થ / રાત્રે સૂતી વખતે પગ દુઃખ્યા કરે છે? તો અવગણના ન કરો, હોઈ શકે છે આ તકલીફ

Premal

Last Updated: 05:37 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઇ પણ વ્યક્તિ આખા દિવસના કામ બાદ થાકેલી હોય છે. સાંજે વ્યક્તિએ ઘરમાં આવીને થાક ઉતારવાનો હોય છે. આ માટે બોડી અને માઈન્ડ બન્ને રિલેક્સ હોવા જરૂરી છે. જો આ બન્નેમાંથી કોઈ એક ડિસ્ટર્બ હશે તો આનાં લક્ષણ આપણાં શરીરમાં જોવા મળશે.

  • શું તમને રાત્રે સૂતી વખતે પગ દુખ્યા કરે છે?
  • ઘૂંટણમાં દુઃખાવો અને પગમાં બળતરા થવા માટે બે કારણ જવાબદાર
  • આ બિમારીને કારણે પણ તમારા પગ દુ:ખી શકે

શરીરમાં બિમારી હોવાને કારણે પગ દુ:ખી શકે

સૂતી વખતે પગમાં દુઃખાવો, ઘૂંટણમાં દર્દ, આ બધું દિવસભરના થાકને કારણે થઈ શકે છે. આરામ કરવાથી આ બધુ મટાડી શકાય છે, પરંતુ તમને રોજ પગ અને ઘૂંટણમાં દુઃખાવો રહેતો હોય, પગમાં બળતરા બળતી હોય તો આ માટે બે કારણ જવાબદાર હોઈ શકે છે. પહેલું એ કે તમારા શરીરમાં વિટામિન-બી, આયર્ન અને ઈલેક્ટ્રોલાઈટની ઉણપ હોઈ શકે છે. બીજુ કે તમારા શરીરમાં કોઈ બીમારી હોય. તમે પગ કયા કારણે દુખે છે તે જાણવું જરૂરી છે. 

ડાયાબિટીસ

સૂતી વખતે પગના અંગૂઠામાં દુઃખાવો ડાયાબિટીસને કારણે પણ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને હાઈબ્લડ શુગરને કારણે બ્લડ વેસલ્સ ધીમી પડી જાય છે. આ સિવાય ધીમે ધીમે કેટલીક નસ મરવા લાગે છે. આ સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓને પગમાં બેચેની અને દુઃખાવો રહે છે. રાતના સમયે બેચેની વધારે વધી જાય છે. તમારે ડાયાબિટીસનો ટેસ્ટ જરૂર કરાવી લેવો જોઈએ.

પેરિફેરલ ન્યૂરલ ડિસીઝ

પેરિફેરલ ન્યૂરલ ડિસીઝમાં નસ અનેક રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કોઈ દુર્ઘટના, નીચે પડવાથી કે પછી રમતમાં ઈજાગ્રસ્ત થવાથી પણ થઈ શકે છે. આને કારણે લોકોને રાત્રીના સમયે પગમાં દુઃખાવો અને બળતરા થાય છે. આ સિવાય ડાયાબિટીસ, ગુઈલેન-બૈર સિન્ડ્રોમ અને કાર્પલ ટનલ સિન્ડ્રોમ અને સોજોગ્રેન સિન્ડ્રોમ સહિત અને ઓટોઈમ્યૂન રોગોથી પણ આ સમસ્યા પેદા થઈ શકે છે.

ઓસ્ટિયોઆર્થરાઈટિસ

રાત્રે સૂઈએ ત્યારે રોજ પગનો દુઃખાવો અને બળતરા થતી હોય તો તે ઓસ્ટિયોઆર્થરાઈટિસનાં પણ લક્ષણ હોઈ શકે છે. આ બીમારી એક ડિજનરેટિવ ડિસીઝ છે. જેનાં લક્ષણ સમયની સાથે વધે છે. જેમાં સાંધાનાં હાડકાં પર ચડેલી કાર્ટિલેજની પરત ખરાબ થવા લાગે છે. અને હાડકાં રફ થઈ જાય છે. આ જ કારણે રાત્રે સૂતા સમયે પગમાં અલગ પ્રકારની બેચેની અને દુઃખાવાનો અહેસાસ થાય છે.

પાર્કિસન રોગ

પાર્કિસન રોગ એક જિનેટિક બીમારી છે, આ બીમારીમાં શરીરની નર્વ સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે અને હાથ અને પગ સહિત શરીરના અનેક ભાગ ધીમે ધીમે પ્રભાવિત થાય છે. જ્યારે આ બીમારીની શરૂઆત થાય છે તો તમને સૂતી વખતે પગમાં બળતરા, કંપન અને બેચેની અનુભવાય છે. આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

હાઈ બીપી

જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય છે તેમને રાત્રે સૂતી વખતે પગની સમસ્યા રહે છે. હાઈબીપીને કારણે પગનું બ્લડ સર્ક્યુલેશન તેજ ગતિએ થાય છે જેના કારણે પગમાં દુઃખાવો, બળતરા અને બેચેનીનો અહેસાસ થાય છે. જો તમને રોજ પગની સમસ્યા થાય છે તો તરત જ ડોક્ટર્સનો સંપર્ક કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Foot Problem High blood pressure diabetes knee pain Foot Problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ