બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Do this remedy in the month of Shravan, Bholenath will be pleased and will give fruit as per wish

હર હર મહાદેવ / શ્રાવણ મહિનામાં કરી લો આ ઉપાય, ભોલેનાથ પ્રસન્ન થઈ ઈચ્છા અનુસાર આપશે ફળ, ચમકી ઉઠશે કિસ્મત

Megha

Last Updated: 10:13 AM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનો 29 જુલાઈ એટલે કે આજથી શરૂ થઈ ગયો છે અને 27 ઓગસ્ટ સુધી ચાલશે.

  • આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે
  • આ મહિનો શિવ અને માતા પાર્વતીના મિલનનો હોય છે
  • શ્રાવણના કોઈ પણ સોમવારે શિવજીનો સરસવના તેલથી રૂદ્રાભિષેક કરો

અષાઢ માસની પૂર્ણિમા બાદ આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણના મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો શિવ અને માતા પાર્વતીના મિલનનો હોય છે. આ મહિનામાં શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. દરેક જગ્યા પર ભોલેનાથની ગુંજ સંભળાય છે. 

શ્રાવણ મહિનો 29 જુલાઈ એટલે કે આજથી શરૂ થઈ ગયો છે અને 27 ઓગસ્ટ સુધી ચાલશે. કહેવાય છે કે આ મહિનામાં સાચ્ચા મનથી મહાદેવની પૂજા અર્ચના કરવાથી તમારી મનોકામના જરૂર પુરી થશે. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રાવણ મહિનામાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવાના તમામ જ્યોતિષી ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. 

દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર કરવા અપનાવો આ ઉપાય 
દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય. તેનું સમાધાન સરળતાથી શ્રાવણ મહિનામાં કરી શકાય છે. આ મહિનામાં શિવજીનું માતા પાર્વતીની સાથે પુનઃમિલન થયું હતું. એવામાં પતિ અને પત્ની મળીને આખા શ્રાવણ મહિનામાં જો શિવલિંગનો જળાઅભિષેક કરે તો તેમની કામના જરૂર પુરી થઈ જાય છે અને તેમના દાંપત્ય જીવનું દરેક સંકટ દૂર થઈ જાય છે. માસિક ધર્મ વખતે આ કામ ફક્ત પતિ જ કરે પરંતુ પ્રભુ પાસે બન્નેની તરફથી જલાભિષેક સ્વીકાર કરવાની પ્રાર્થના કરે. 

આર્થિક સમસ્યા દૂર કરવા માટે 
આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે શ્રાવણના મહિનામાં શિવલિંગની સ્થાપના કરો અને રોજ તેમની પૂજા કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ત્યાં જ નોકરીમાં પ્રગતિ માટે શ્રાવણના મહિનાની શિવરાત્રી પર માતા પાર્વતીને ચાંદીના વિંછિયા અથવા પાયલ અર્પિત કરો. મહિલાઓ સાથે સુહાગનો સામાન પણ અર્પિત કરી શકે છે. તે ઉપરાંત બળદને લીલુ ઘાંસ ખવડાવો. 

રોગથી છૂટકારો મેળવવા માટે 
જો કોઈ રોગ ખૂબ જ પરેશાન કરી રહ્યો છે અથવા દવા કામ નથી કરી રહી તો શ્રાવણના કોઈ પણ સોમવારે શિવજીનો સરસવના તેલથી રૂદ્રાભિષેક કરો અને તેમના પંચાક્ષર મંત્ર "ઓમ નમઃ શિવાય"નો જાપ કરો. તેનાથી રોગ અને ઘણા પ્રકારના દોષ દૂર થશે. 

શનિ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે 
જો જીવનમાં શનિનો પ્રકોપ છે તો શ્રાવણમાં કલશમાં જળ ભરીને તેમાં કાળા તલ નાખીને શિવજીને અર્પિત કરો અને પંચાક્ષર મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરો. તેનાથી ખૂબ લાભ થશે. તેનાથી તમારૂ દુર્ભાગ્ય પણ દૂર થશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bholenath shravan month ભોલેનાથ શ્રાવણ મહિનો shravan maas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ