બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Do this remedy for money related problems you will receive the grace of Mother Lakshmi you will get the support of fate

ધર્મ / ધન સંબંધી સમસ્યાઓ માટે કરો આ ઉપાય, વરસશે માતા લક્ષ્મીની કૃપા, મળશે ભાગ્યનો સાથ

Arohi

Last Updated: 09:11 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં સુખ-સુવિધાઓ અને ધનની પ્રાપ્તિ માટે ઘણા પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આજે અમે તમને ધનની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે જોડાયેલા અમુક ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.  જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર યથાવત રહેશે.

  • ધનની પ્રાપ્તિ માટે કરો લક્ષ્મીજીના આ ઉપાય 
  • સુખ સમૃદ્ધિ સાથે મળશે ભાગ્યનો સાથ
  • જાણો માતા લક્ષ્મીના ઉપાયો વિશે 

હંમેશાથી વ્યક્તિના જીવનમાં ધનનું મહત્વ રહેલું છે. ધન હોવાથી આપણે બધા પોતાની જરૂરી વસ્તુઓ અને ભૌતિક સુખ-સુવિધાઓનું સામાન પ્રાપ્ત કરી શકો છો. વ્યક્તિના જીવનમાં દરેક સમય એક જેવો નથી હોતો. જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. ઘણી વખત ભાગ્યનો સાથ મળવા પર વ્યક્તિનું જીવન સુખમય રહે છે. સાથે જ ભાગ્યનો સાથ ન મળવા પર વ્યક્તિને આર્થિક સમસ્યાઓ અને માનસિક પરેશાનીઓથી પસાર થવું પડે છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં સુખ-સુવિધાઓ અને ધનની પ્રાપ્તિ માટે ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. આજે અમે તમને ધનની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે જોડાયેલા અમુક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને કરવા પર માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. 
 

આ ઉપાયોથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન 
જો તમને ઘરમાં સતત આર્થિક મુશ્કેલીઓ થઈ રહી છે તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની ખાસ આરાધના કરો અને શ્રીસૂક્તિ અને લક્ષ્મી સૂક્ત પાઠ કરો. આ પાઠથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. 

નકારાત્મક ઉર્જા આ રીતે કરો દૂર 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો અભાવ બની રહે છે. એવામાં ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અઠવાડિયામાં એક વખત મીઠાના પાણીથી પોતુ કરો. તેનાથી સુખ-સમૃદ્ધિ અને ધનની લાભ થાય છે. 

ધન સંબંધિ મુશ્કેલીઓ આ રીતે થશે દૂર 
ધન સંબંધિક મુશ્કેલીઓ દૂર કરવા માટે અને ધન લાભની કામના માટે શુક્રવારનું વ્રત કરો અને માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પિત કરો. 

શુભ કાર્ય કરતા પહેલા કરો માતાજીને યાદ 
કોઈ પમ શુભ કાર્ય કર્યા પહેલા ઘરેથી નિકળતી વખતે માતા લક્ષ્મી અને તમારા આરાધ્ય દેવને સ્મરણ જરૂર કરો અને બહાર ગયા પહેલા દહી ખાઈને નિકળો. આ ઉપાયથી માતા લક્ષ્મીની ખાસ કૃપા મળે છે. 

શુક્રવારના દિવસે કરો આ ઉપાય 
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ તિજોરીમાં કમળનું ફૂલ મુકો. આ ઉપાયને સતત 21 દિવસ સુધી કરો. તેનાથી ધન સંબંધી દરેક મુસ્કેલ પરેશાનીઓ ખતમ થઈ જાય છે. 

ઘરમાં આરતી વખતે કરો આ કામ 
ઘરમાં માનસિક, આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ દૂર કરવા માટે પૂજા સ્થળમાં મુકવામાં આવેલી ઘંટડીને સવાર-સાંજ ભગવાનની આરતી કરતી વખતે વગાડવાથી ઘરની નકારાત્મક ઉર્જા બગાર થઈ જાય છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

ઘરમાં વગાડો શંખ 
હિંદૂ ધર્મમાં શંખને ખૂબ જ પૂજનીય અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરનાર માનવામાં આવે છે. ઘરમાં શંખ રાખવાથી વાસ્તુ દોષથી છૂટકારો મળે છે. સાથે જ ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. 

સફળતા માટે કરો આ ઉપાય 
વાસ્તુ અનુસાર જો તમને ઘણા પ્રયત્ન કર્યા બાદ પણ કામમાં સફળતા નથી મળી રહી તો એક કટોરીમાં નિયમિત રૂપથી લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવો. તેનાથી જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maa Lakshmi Money Remedy જ્યોતિષ શાસ્ત્ર માતા લક્ષ્મી Maa Lakshmi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ